GUJARAT : ઓગડ તાલુકાના તાણા ગ્રામપંચાયત ના સરપંચ પદે દશરથલાલ ઈશ્વરલાલ ઠક્કર એ સંભાળ્યો ફરી ચાર્જ

0
54
meetarticle

ઓગડ તાલુકાના તાણા ગ્રામપંચાયત ના સરપંચ તરીકે દશરથલાલ ઈશ્વરલાલ ઠક્કર ની તારીખ 19/1/2022ના રોજ ચૂંટાઈ આવ્યા હતા ત્રણ વર્ષ સરપંચ પદ સંભાળ્યા બાદ તા 4/4/2025.માં દશરથલાલ ઈશ્વરલાલ ઠક્કર ને તેમની વિરૂધ્ધ અવિશ્વાસ દરખાસ્ત થતા તેમને સરપંચ પદ થી તેમને સસ્પેન્ડ કરવામા આવતા દસરથલાલ ઠક્કર એ ગુજરાત હાઇકોર્ટ માં ન્યાય માટે અપીલ દાખલ કરતા તેમની તરફ હાઇકોર્ટ એ દશરતલાલ ઠક્કર તરફ ચુકાદો આવતા તારીખ 3/10/2025 ના રોજ તાણા ગ્રામપંચાયત માં સરપંચ પદનો હુકમ કરવામાં આવતા ગઈકાલે તા14/10/2025 વાર મંગળવાર ના રોજ તાલુકા વિકાસ અધિકારી પાસે થી સરપંચ પદ નો ઓડર્ર મેળવી 12.39 મીનીટે તાણા ચામુંડા માતાજી ના દર્શન કરી વિજય શુભ મુર્હતે શાસ્ત્રી હિતેષભાઇ પંચોલી ના મુખારવંદે મંત્રોઉચ્ચાર થી પૂજન કરી સરપંચ પદ નો ચાર્જ સંભાળ્યો હતો

આ પ્રસંગે સમગ્રહ તાણા નગરજનો ઉપસ્થિત રહી દશરથલાલ ઠક્કર ને કંકુ ચાંદલા થી તિલક કરી ફુલહાર પહેરાવીને મો મીઠું કરાવીને આવકાર્યા હતા

પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ ઓગડ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here