વલસાડ સિટી પોલીસની ટીમને નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન એક શંકાસ્પદ ઇસમ જણાતા તેની પૂછપરછ કરવામાં આવતા તે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસતો-ફરતો આરોપી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે તેની ઓળખ આશુતોષ ગોવીંદજી તિવારી (રહે. લક્ષ્મી પેલેસ, શયોગ નગર મોગરાવાડી, વલસાડ) તરીકે કરી હતી. આશુતોષ તિવારીની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

