વાગરામાં આવેલી કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ દ્વારા તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિ હેઠળ વાગરા પોલીસ સ્ટેશનને ચાર કોમ્પ્યુટર સેટ્સ અને યુપીએસ અર્પણ કરવામાં આવ્યા છે. આ અપગ્રેડેશનથી પોલીસ સ્ટેશનની દૈનિક કામગીરી વધુ ઝડપી અને સરળ બનશે, જેનો સીધો લાભ 45 જેટલા ગામો અને બે GIDC વિસ્તારોની જનતાને મળશે.

પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ડી. ફૂલતરીયાએ કંપનીનો આભાર માનતા જણાવ્યું કે આ પહેલથી પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થશે. આ કાર્યક્રમમાં નેરોલેક કંપનીના CSO પરેશ પટેલ, RM ઇન્ચાર્જ વસંત પરમાર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કંપનીએ આ પહેલા પણ અનેક સમાજ ઉપયોગી કાર્યો કર્યા છે, જેમાં બાગ-બગીચા, વોક-વે, પાણીની ટાંકી અને શૈક્ષણિક કીટ વિતરણનો સમાવેશ થાય છે.

