તળાજાના ગોપનાથ મહાદેવ એટલે નરસિંહના શિવ સાક્ષાત્કાર ભૂમિમાં ગવાઈ રહેલી” માનસ ગોપનાથ”રામ કથાના ત્રીજા દિવસે પુ મોરારિબાપુએ નરસિંહ મહેતાના જીવન પર પ્રકાશ પાડી કથા આગળ વધારી હતી.આજની કથામાં મંગળવાણીને મુખર કરતા પુ. મોરારિબાપુએ કહ્યું હતું કે નરસિંહ મહેતા 30 વર્ષ તળાજામાં 25 વર્ષ જૂનાગઢમાં અને 22 વર્ષ માંગરોળમાં રહ્યાં હતા. વક્તા પ્રશ્ન ઉભો કરે અને જવાબ પણ આપે તે તેનું એક લક્ષણ છે.માતૃશરીરમાં મીરા પ્રથમ ક્રમે ગંગા સતીને દ્વિતીય ક્રમે મૂકી શકાય. દરેક સાધન આપે, વિશ્રામ નહીં.પરમાનંદ અને પ્રકૃતિ સઘળા સંસારમાં હું એક ભૂંડાથી ભૂંડો મને લાગ્યો નેડો રે, એવા રે અમે એવા રે ભક્તિ કરતા ભ્રષ્ટ થઈશું તો કરીશું દામોદરની સેવા રે એવા ને એવા રે”
સમાધિમાં સંવેદના નથી, તે ઉપાધી હોય છે.

કાયા ન બળે ત્યાં સુધી કૃષ્ણ મળતો નથી. શ્રદ્ધા મજબૂત થાય તેવા પ્રસંગોને રાખવા જોઈએ રદ ન કરી શકાય. મહેતાએ અસ્પૃશ્યતા નિવારણનું ભગીરથ કામ આટલા વર્ષો પહેલા કર્યું હતું. જેને રામ નામ પ્રિય ન હોય તેને છોડી દેવા જોઈએ. જ્યારે જુનાગઢમાંથી મહેતાની વિદાય થઈ ત્યારે ત્રણ સમાજ વ્યથીત હતાં.એક દલિત સમાજ બીજા માંડલિકના માતૃશ્રી અને ત્રીજા કેટલાક નાગરો. સૌએ ખોજમાં, મોજમાં અને દ રોજ માં રહેવું જોઈએ. કોઈ કથામાં જતા તમારા નિયમો પૂરા ન થાય દા.ત.સંધ્યા પૂજા,સ્નાન આદિક નિયમો પુરા ન થાય તો પણ કથામૈયા એ આપણને શણગારે છે. જેનામાં છળ, કપટ છિદ્ર નથી તે પ્રિય છે. પ્રહારોએ માણસની વિરાટતાનો પરિચય છે. શ્રોતા ગુણાતીત હોવો જોઈએ. બ્રહ્મની કથા, કોમળ અને કઠણ હોય છે.રામકથા શશી કિરણ છે અને કઠોર પણ છે.સંઘર્ષ બંધ થાય તો સ્પર્શ બહુ મોટું કામ કરી શકે.
આજની કથાના ક્રમમાં બાપુએ શિવ ચરિત્ર ની કથા આગળ વધારી હતી. કથામાં આસપાસના ગામોના શ્રદ્ધાળુ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા અને કથાનો સમિયાણો પણ ટુંકો પડ્યો હતો.

