આરોજ કદવાલ તાલુકાની કદવાલ પ્રા. શાળાના ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠવા વદેસિંહ પારસિંહ નો વય નિવૃત્તિ કાર્યક્રમ કદવાલ ગ્રૂપ શાળા ખાતે યોજવામાં આવ્યો. જેમાં કદવાલ સ્ટેટ રાજવી ભારતસિંહજી દાદા તથા કુંવરસા જયપ્રતાપસિંહજી માજી ઉપ પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા પંચાયત રમણભાઈ બારીયા ,જેતપુર પાવીતાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જુનસિંહ લુહાર, કદવાલ ગ્રામ પંચાયતના સરપંચ રુજલીબેન રાઠવા કદવાલ બજાર સમિતિ પ્રમુખ ઇન્દ્ધાજિત પરમાર , ગ્રુપની તાબાની તમામ શાળાના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં કદવાલ પ્રા.શાળા દ્વારા નિવૃત્ત થઈ રહેલ શિક્ષક વદેસિંહ સાહેબને એલઈડી અને અન્ય ભેટ સોગાદ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા પ્રા. શિક્ષક સંઘ, તાલુકા પ્રા. શિ. સંઘ, તાલુકા પંચાયત કચેરી કદવાલ અને એસ.એસ.એ પરિવાર કદવાલ દ્વારા શાલ ઓઢાડીને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું શિક્ષક વદેસિંહ પારસિંહ રાઠવા દ્રારા ગામજનો પોતાનો પવચન આપી આભાર વક્ત કરીયો હતોછેલ્લે કદવાલ શાળા થી નિવૃત શિક્ષક વદેસિંહ રાઠવા નુ બગી આને ડેજે સાથે વરઘોડો કાળી કદવાલ ના મેન બજાર સુધી લઇ જવામાં આવીયો હતો તેમાં કદવાલ સમગ્ર આગેવાનનો ગામ ના લોકો ખાસ ઉપસ્થિત રહિયા હતા..
રિપોર્ટર : ઈરફાન મકરાણી કદવાલ

