જંબુસર તાલુકાના કોરા ગામે કમોસમી વરસાદને કારણે પોતાનું મકાન ગુમાવનાર માનસંગભાઈ મોહનભાઈ પઢીયારને સરકારી સહાય પૂરી પાડવામાં આવી છે.
ધરાશાયી થયેલા મકાન બદલ માનસંગભાઈને ₹1,80,000 (એક લાખ એંસી હજાર)ની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક ધારાસભ્ય દેવ કિશોર સ્વામી અને જંબુસરના તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડના હસ્તે લાભાર્થીને સુપરત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


