GUJARAT : કલેક્ટરના આદેશનો ભંગ: ઢાઢર બ્રિજ પર ₹૫૦૦-૧૦૦૦ લઈને ઓવરલોડ ટ્રકોને ગેરકાયદેસર પ્રવેશ, વાહનચાલકોમાં ભારે રોષ

0
66
meetarticle

આમોદ-જંબુસર માર્ગ પરના ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોને પસાર કરાવવા બદલ તહેનાત કર્મચારીઓ દ્વારા ₹૫૦૦ થી ₹૧૦૦૦ ની ગેરકાયદેસર ઉઘરાણી થતી હોવાના ગંભીર આક્ષેપોથી વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટર વર્ગમાં ભારે રોષ ફેલાયો છે. ભરૂચ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ આદેશો હોવા છતાં પૈસા લઈને ઓવરલોડ ટ્રકોને બ્રિજ પરથી પસાર કરવાની છૂટ અપાતી હોવાનું કહેવાય છે.


​ ​ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઢાઢર નદીનો આ બ્રિજ છેલ્લા પાંચ મહિનાથી ભારે વાહનો માટે બંધ છે, જેના કારણે નિયમોનું પાલન કરતા વાહનચાલકોને ૮૦ કિલોમીટરથી વધુનો ફરજિયાત ફેરાવો કરવો પડે છે. સ્થાનિકોની વ્યથા છે કે, લાંબા માર્ગે ખર્ચ વધવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી, રૂપિયા આપીને ભારે વાહનોને પસાર થવા દેવા એ બ્રિજની સુરક્ષાને જોખમમાં મૂકવા સમાન છે.
​ ​દિવસ દરમિયાન જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક બ્રિજ પરથી પસાર થતાં જ સ્થળ પર વાહનચાલકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને વાતાવરણ ઉગ્ર બન્યું હતું. મામલો બિચકાતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે બે ટ્રકોને જપ્ત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
​વાહનચાલકોએ આ ઉઘરાણીના આક્ષેપોની યોગ્ય અને તટસ્થ તપાસ કરીને ભ્રષ્ટાચારને ડામી દેવા અને જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવાની માગણી કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here