GUJARAT : કુંકાવાવ ખાતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા 100 વર્ષ પૂર્ણ થતા શસ્ત્ર પૂજન તેમજ ઉજવણી ના ભાગ રૂપે ભવ્ય આયોજન થયું.

0
67
meetarticle

નવરાત્રી ના સમાપન બાદ આજ રોજ કુંકાવાવ તાલુકા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવેલ હતું.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ જોષી, તાલુકા કાર્યવાહ સંજયભાઈ નિમાવત, અમરેલી જીલ્લા સહ કાર્યવાહ દિલીપભાઈ સોલંકી ઉપસ્થિત રહેલ હતા.પ્રાસંગીક ઉદબોધન માં સંધ ની સ્થાપના થી લઈને સંધ ની સેવા અને સંગઠન ઉપર ભાર મુકી નવયુવાનો દ્વારા દેશ ના વિવિધ સ્વયં સેવક સંગઠનો સાથે જોડાઈ એકતા સાથે આપાતકાળ માં દેશ સેવા કરવી.સામાજીક સમરસતા, આત્મનિર્ભર સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવી, નાગરીક શિષ્ટાચાર કાયદા અને બંધારણ નો આદર, પર્યાવરણ પ્રકૃતિ ની જાળવણી, કુટુંબ પ્રબોધન પાશ્યાત સંસ્કૃતિ નાં વ્યાપ સામે દેશ ની સંસ્કૃતિ નું જતન કરવું વગેરે મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.આ પ્રસંગે કુંકાવાવ સરપંચ ફૌજી સંજયભાઈ લાખાણી,પરશોતમભાઈ આસોદરીયા, મયુરભાઈ સાનિયા,ભરત બાપુ ગોંડલિયા તેમજ કુંકાવાવ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના તમામ કાર્યકરો ની ઉપસ્થિતિ રહેલ હતી.

REPORTER : પ્રકાશ વઘાસિયા કુંકાવાવ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here