GUJARAT : કુંભારવાડામાં પિતા, પુત્રી અને પુત્રને માર મારી ધમકી આપી

0
33
meetarticle

કુંભારવાડામાં ગીત બીજું વગાડવાનું કહેતા પિતા, પુત્ર અને પુત્રીને ચાર શખ્સોએ ઢીકાપાટું અને હથિયાર વડે માર મારી ધમકી આપી હતી. બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.


શહેરના કુંભારવાડા મીલની ચાલી વિસ્તારમાં રહેતા વિશ્વંભરભાઈ રામકુમાર વર્માએ બોરતળાવ પોલીસ મથકમાં મહેક ઉર્ફે અગી, આશિષ, તૃષાર અને જયપાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમનો દિકરો અજય નાસ્તો કરીને ઘરે આવી રહ્યો હતો ત્યારે ખાનદાન સોસાયટી પાસે આવેલ મહાદેવના મંદિર પાસે ગીતો વાગતા હોય જેથી તેમના દિકરાએ બીજું ગીત વગાડવાનું કહેતા ઉક્ત લોકોએ ઝઘડો કરી તેમને તથા તેમના દિકરા અને દિકરીને હથિયારો અને ઢીકાપાટું વડે માર મારી અપશબ્દો કહી ધમકી આપી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here