GUJARAT : કેનેડાના બે વર્ષના વર્ક પરમિટને નામે મહિલા એજન્ટે 6 લાખ પડાવતાં ફરિયાદ

0
28
meetarticle

વાસદની એક યુવતીને કેનેડામાં વર્ક પરમિટ અપાવવાના નામે વડોદરાની મહિલ એજન્ટે રૃ.૬લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

વાસદમાં રહેતા તૃપ્તિબેન પટેલે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૨માં કેનેડા ખાતે જવું હોવાથી ગોરવાની અંકુર વાટિકા સોસાયટીમાં રહેતા નિલ ઓવરસીઝની સંચાલિકા જ્યોતિ પ્રમોદભાઇ ગોસ્વામીને રૃ.૬ લાખ આપ્યા હતા.

પરંતુ ત્યારબાદ તેમણે વારંવાર વાયદા કર્યા હતા અને વર્ક પરમિટ અપાવી નહતી.જ્યોતિબેને મારી પાસે લીધેલા રૃપિયા પણ મને પરત નહિ કરી અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here