બગોદરા – અમદાવાદ જિલ્લાના કેલીયાવાસણા ગામે ચાઇનીઝ દોરી વેચતા શખ્સ પકડાયો હતો અને પોલીસે બાતમીના આધારે કેલિયાવાસણા ગામના મયુરકુમાર ચંદુભાઇ ઠાકોરના ઘરે રેડ કરી હતી અને આરોપીના ઘરની ઓસરીમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી ચાઇનીઝ દોરીના ૬ રીલ મળી આવી હતી.

આરોપીએ વેચવા માટે ચાઇનીઝ દોરી રાખી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

