કેશોદના ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ દ્વારા કેશોદ-માંગરોળ અને જુનાગઢ જિલ્લામાં કમોસમી ભારે વરસાદને કારણે કૃષિ પાકોને થયેલ નુકસાનીનો સર્વે કરાવી વળતર આપવામાં બાબતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

આ પત્રમાં જણાવવમાં આવ્યું છે કે, છેલ્લાં અમુક દિવસોથી જુનાગઢ જિલ્લામાં અવિરત કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેને કારણે અતિવૃષ્ટિ જેવું વાતાવરણ સર્જાયેલ છે. ભારે વરસાદને કારણે ઘેડ પંથકના અને ખાસ કરીને મારાં મત વિસ્તાર કેશોદ- માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલ તમામ ઉભા પાક કે જે લણણી કરેલ તથા લણણીની અણી પર આવી ગયેલ તે સદંતર નિષ્ફળ ગયેલ છે. આ કુદરતી આપત્તિને લીધે મોટા પ્રમાણમાં નુકશાન થયેલ હોય, ખેડૂતોને સત્વરે વળતર આપવા મારી આપ સાહેબને અંગત ભલામણ સહ વિનંતી છે.
રીપોર્ટર : રામભાઈ જાડેજા જૂનાગઢ

