કેશોદના વેરાવળ રોડ નજીક સ્વામીનારાયણ નગરમાં શ્રીવૈશ સુથાર જ્ઞાતી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં માળા પહેરામણી મનોરથ યજ્ઞોપવીત સંસ્કાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સાથે 33માં સમુહ લગ્ન સહીતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીવૈશ સુથાર જ્ઞાતી સમાજ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સુત્રેજ મઢપતી ભુવા આતાશ્રી જયંતીભાઈ કાંટેલીયાએ નવ દંપતીઓને આશિર્વાદ પાઠવ્યા હતા ત્રિદિવસીય કાર્યક્રમોમાં શ્રીવૈશ સુથાર જ્ઞાતી સમાજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રીવૈશ સુથાર જ્ઞાતી સમાજના આ કાર્યને વધાવવા બહેનો દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું જેમાં દરેક ભોજનારથીઓને ભોજન પીરસતા સમયે જય માતાજી બોલી ભોજનને સાચા અર્થમાં માં અન્ન પુર્ણાની પ્રસાદીરૂપ બધાએ લાભ લીધો હતો અન્નનો બગાડ ન થાય તેવો સમિતી દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી દર વર્ષે વિવિધ કાર્યક્રમોના થતાં આયોજનમાં તન મન ધનથી સાથ સહકાર આપનાર તમામ જ્ઞાતીજનોનો સમીતી દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે દાતાઓ તથા આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

