GUJARAT : કોંગ્રેસના ‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશ તથા મીસ્ડકોલ અભિયાન……..

0
38
meetarticle

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “વોટ ચોર- ગાદી છોડ” મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મીસ્ડ કોલ અભિયાન દ્વારા સમગ્ર ગુજરાતમાં જન-જન સુધી પહોંચીને મતદાતાઓને સંવિધાનિક અધિકાર અંગે જાગૃત કરવામાં આવ્યાં હતાં. સંગઠન પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રીશ્રી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતના નાગરિકો પાસે સમર્થનમાં મેળવેલ સહી રૂપી ફોર્મ વાહન દ્વારા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય દિલ્હી ખાતે ફલેગઓફ કરીને રવાના કરવામાં આવ્યાં હતાં.

સંગઠન પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રીશ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 3 ઓક્ટોબર થી લઈને 10 ઓક્ટોબર સુધી “વોટ ચોર- ગાદી છોડ” મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મીસ્ડ કોલ અભિયાન દ્વારા સમગ્ર ગુજરાતમાં જન-જન સુધી પહોંચીને મતદાતાઓને સંવિધાનિક અધિકાર અંગે જાગૃત કરવા જાહેર જનતાને તેમના સંવિધાનીક અધિકારો અને કઈ રીતે વોટ ચોરી થાય છે તે બાબતે માહિતગાર કરવામાં આવ્યાં હતાં અને સમગ્ર ગુજરાતના નાગરિકોને અભૂતપૂર્વ પ્રતિસાદ આપેલ છે.


પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે શ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં આખા દેશમાં વોટ ચોરીનું જે ષડયંત્ર ચાલતું હતું તેને સાબિતી સાથે ખુલ્લુ પાડવામાં આવ્યું છે. જે રીતે ભાજપ સરકારમાં બેઠેલા લોકો ચૂંટણી પંચનો દુરુપયોગ કરી અને વોટ ચોરી કરીને ચૂંટણીઓ જીતી રહ્યાં છે એની સામે આખા દેશમાં લોકો રસ્તા પર ઉતરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. લોકશાહી વ્યવસ્થામાં આપણને સૌને એટલે કે દરેક ભારતીયને સંવિધાને મતનો અધિકાર આપ્યો છે. દેશના બંધારણે સમાનતાના અધિકારના ભાગસ્વરૂપ એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપેલો છે. દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કે પછી સામાન્ય નાગરિક હોય તે દરેકના મતની કિંમત સમાન છે. દેશના લોકોના બંધારણના અધિકાર છીનવવા માટે પારંગત એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના શાસનમાં જે ચૂંટણી પંચ સ્વાયત છે જેની પાસે આ દેશના લોકો પ્રમાણિકતા અને નિષ્પક્ષતાની અપેક્ષા રાખે છે એ ચૂંટણી પંચ આજે ભારતીય જનતા પાર્ટીની કઠપુતળી બની ગઈ છે. વોટ ચોરીથી લોકોના અધિકારો તો છીનવાઈ રહ્યાં જ છે પરંતુ તેમની ઓળખ પણ છીનવાઈ રહી છે.
‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશ તથા મીસ્ડકોલ અભિયાનને ગુજરાત ભરમાં પ્રચંડ પ્રતિસાદ મળેલ છે, મિસ્ડ કોલ અભિયાન દ્વારા આજદિન સુધીના ડેટા પ્રમાણે ૭.૫૦ લાખ નાગરિકોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. સાથેસાથે સહી ઝુંબેશ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતના નાગરિકો પાસે લાખોની સંખ્યામાં સમર્થનમાં મેળવેલ સહી કરેલ છે. તે બદલ પ્રદેશ કોંગ્રેસ સમગ્ર ગુજરાતની જાગૃત જનતાનો આભાર માને છે. ગુજરાત સહિત દેશના સમગ્ર રાજ્યોમાંથી પાંચ કરોડથી વધારે સમર્થન રૂપી લોકશાહી બચાવવા ચૂંટણી પંચ તથા મહામહિમ રાષ્ટ્રપતિ પાસે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ જઈ અને લોકશાહી બચાવવાની લડાઈ રૂપે આ સહીઓ તેમને સુપ્રત કરવામાં આવશે. દેશમાં લોકશાહી બચાવવા માટે અને સંવિધાનોની રક્ષા માટે કોંગ્રેસનો એક-એક કાર્યકર વોટરક્ષક બનીને પોતાની ફરજ બજાવવા કટિબધ્ધ છે.


વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહી ખતમ થઈ જાય તેવા સંજોગો ઉભા થયા છે. વોટ ચોરીથી ચૂંટણીઓ જીતી જવાય છે એટલા માટે ગુજરાત હોય કે દેશની સરકાર હોય પ્રજા એકબાજુ મોંઘવારીથી પરેશાન છે, યુવાઓને રોજગાર નથી મળતો, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, વેપારીઓના ધંધા-વેપાર ચોપટ થઈ ગયા છે, ગરીબ-સામાન્ય માણસને કોઈપણ અધિકાર કે ન્યાય નથી મળતો, બધા જ વર્ગ-વિસ્તારના લોકો પરેશાન છે. પણ સરકાર બિંદાસ છે કારણ કે સરકારને ખબર છે કે ભલે લોકો ગમે તેટલા નારાજ હોય પણ ચૂંટણીઓ આવશે એટલે અમે વોટ ચોરી કરીશું, ચૂંટણીઓ આવશે એટલે અમે ચૂંટણી પંચને સાથે રાખીને અમે વોટ ચોરી કરી ચૂંટણીઓ જીતી જઈશું. ભલે લોકો ખાડામાં પડે, ભલે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડે, ભરે પેપર ફુટે, ભલે યુવાનોને નોકરીઓના મળે, કર્મચારીઓ આંદોલન કરે, કામદારો પરેશાન હોય પણ સરકારનો કોઈની ચિંતા નથી કારણ કે સરકારમાં બેઠેલા લોકો આ વોટચોરી સાથે સીધા સંડોવાયેલા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે સહી ઝુંબેશ દ્વારા એકઠા કરાયેલા ફોર્મ કોંગ્રેસના મુખ્ય કાર્યાલય દિલ્હી ખાતે ફલેગઓફ કરીને રવાના કરવાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસ તથા સોશીયલ મીડીયાના કાર્યકર્તાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

REPORTER : હેમાંગ રાવલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here