ડભોઇ તાલુકાના મેનપુરા ખાતે યુનિટી માર્ચમાં ગુજરાત રાજ્ય ના ડેપ્યુટી CM હર્ષ સંઘવી: કોંગ્રેસ પર ‘સરદાર સાહેબની ગાથા દબાવવાનું’ ષડયંત્ર રચવાનો આક્ષેપ ૧૫ કિમી ચાલીને પહોંચ્યા રાજય ના ડેપ્યુટી CM હર્ષ સંઘવી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી નિમિત્તે કરમસદથી કેવડિયા સુધી યોજાઈ રહેલી યુનિટી માર્ચ ડભોઇ તાલુકાના મેનપુરા ખાતે આવી પહોંચી. આ યાત્રામાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા અને તેમણે ૧૫ કિલોમીટર ચાલીને મેનપુરા સુધીની સફર પૂરી કરી હતી.

જાહેર સભાને સંબોધન: કોંગ્રેસ પર આકરા પ્રહાર મેનપુરા ખાતે ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા મોટો આક્ષેપ કર્યો હતો કે:”દેશને એક કરનાર સરદાર સાહેબની ગાથા લોકો સુધી ન પહોંચે તેવું મોટું ષડયંત્ર કોંગ્રેસે રચ્યું હતું. કોંગ્રેસના રાજમાં સરદાર સાહેબના વિચારોને દબાવી દેવાનું મોટું ષડયંત્ર રચાયું હોવાનો” આક્ષેપ તેમણે કર્યો હતો.તેમણે ઉમેર્યું કે જ્યાં જ્યાંથી આ યાત્રા નીકળી છે, તે ગામોના નામ ઇતિહાસમાં નોંધાશે.એક ભારત શ્રેષ્ઠ ભારત: સરદાર સાહેબના વિચાર હર્ષ સંઘવીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના ઘડવૈયા સરદાર સાહેબના વિચારોને જન જન સુધી પહોંચાડવાના આશય સાથે નીકળેલી યુનિટી માર્ચ યાત્રામાં જોડાવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે:દેશના નાના-મોટા તમામ વર્ગના દેશવાસીઓને આ યાત્રાથી સરદાર સાહેબના વિચાર પહોંચ્યા છે.

સરદાર સાહેબના જીવન કવનમાંથી દરેકને સાચી દિશા અને રસ્તો જડે છે. યાત્રાની વિગતો પ્રારંભ: ૨૭ નવેમ્બર વિરામ: ૬ ડિસેમ્બર, કેવડિયા ખાતે ઉદ્દેશ: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી નિમિત્તે તેમના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો.
ઉપસ્થિત મહાનુભાવોઆ પ્રસંગે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહા, અર્જુનભાઈ મોરવાડિયા, પ્રદિપસિંહ જાડેજા તથા ભાજપના અન્ય મોટા નેતાઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

