GUJARAT : કોડીનાર નાં ગામડા માં પણ આ કાળો વ્યપાર ધમધમી રહ્યો છે પણ અનાજ માફિયા ઉપર ક્યારે અંકુશ આવશે

0
70
meetarticle

સુત્રાપાડાના બંદર ખાતેથી અનાજ ભરેલી શંકાસ્પદ રિક્ષા ને પુરવઠા વિભાગે જડપી પાડી . સુત્રાપાડાના બંદર ખાતેથી એક શંકાસ્પદ રીક્ષાને પકડી પાડી હતી લાંબા સમયથી રાશનિંગનું અનાજ વિતરણ બંધ રહેતા સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલી અનુભવી રહ્યા હતા ત્યારે હાલ જ વિતરણ શરૂ થતા જ અનાજની શંકાસ્પદ હેરાફેરી બહાર આવતા તર્ક-વિતર્ક સર્જાયા છે સુત્રાપાડા બંદર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી શંકાસ્પદ રિક્ષા (નં. GJ-11 W-2877) પુરવઠા વિભાગે અટકાવી હતી. તપાસ કરતાં રિક્ષામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. મામલતદાર કચેરી ખાતે તપાસ બાદ રિક્ષા અને અનાજનો કુલ રૂ. 70,700/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બાદમાં આ તમામ માલ સામાનને ગોરખમઢી મુકામે આવેલા ગોડાઉન ખાતે જપ્ત કરી મુકાયો છે.

REPORTER : કૈલૈશ ભટ્ટ ઉના

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here