સિધ્ધપુર તાલુકાના મામવાડા ગામે માધ્યમિક શાળાના હોલમાં બારગામ કાકોશીયા ચૌહાણ પરિવાર શિક્ષણ સમિતિ અને માં આશાપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત તૃતિય ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ કાર્યક્રમ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમા યોજાયો.

મંત્રીએ જણાવ્યું કે, આજના યુગમાં શિક્ષણ માત્ર પાંઠ્યપુસ્તકો પૂરતું રહી નહીં, પરંતુ કુશળતા આધારિત (Skill-Based) શિક્ષણની વધુમાં વધુ જરૂર છે. ગુજરાત સરકાર યુવાનોને આધુનિક યુગની જરૂરિયાતોને અનુરૂપ આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયાસશીલ છે. સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો અને નીતિઓ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે બારગામ કાકોશીયા ચૌહાણ પરિવાર શિક્ષણ સમિતિ અને માં આશાપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટના તમામ કાર્યકરો, આયોજકો અને સમિતિના સભ્યોને આ શ્રેષ્ઠ અને સાર્થક આયોજન બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે આવનારા સમયમાં વધુને વધુ આવા પ્રેરણાદાયક કાર્યક્રમોનું આયોજન થાય, જેથી સમાજના સર્વાંગી વિકાસ માટેનો માર્ગ વધુ દ્રઢ, સકારાત્મક અને પરિણામકારક બને.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના સભ્યો, ભરતસિંહ સહેસા, ભરતસિંહ કુવારા, વિષ્ણુભાઈ પટેલ, જશુભાઈ પટેલ, પરબતસિંહ કાકોશી, બલદેવજી, ધનરાજભાઈ ચૌધરી, દલાજી ભગત, જેસંગભાઇ ચૌધરી, જયદીપસિંહ, પ્રાંત અધિકારીશ્રી, દાતાશ્રીઓ, સમાજના આગેવાનો, સરપંચશ્રીઓ અને બારગામના વડીલો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

