GUJARAT : ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો…

0
50
meetarticle

મગરોએ વડોદરા શહેરને વિશ્વ ફલકે આગવી ઓળખ અપાવી છે. તો બીજી તરફ ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ થતા વડોદરામાં પ્રવાસન ક્ષેત્ર સાથે અર્થતંત્રને વેગ આપવાના તંત્રના દાવા સામે સવાલો ઉઠ્યા છે.

 કચ્છના ઘુડખર, ભાવનગરના કાચબા, દાહોદના રીંઝઅને ડાંગના હરણ માફક વડોદરા આજે મગરો માટે આગવી ઓળખ ધરાવે છે. મગરો અવારનવાર નદીમાંથી બહાર આવી જઈ રસ્તા ઉપર સરકવા માંડે છે. પૂરના પાણી સાથે નદીમાંથી બહાર આવી જતા હોય છે. લોકોના ઘર આંગણે સવારે મગર મળી આવવાની ઘટનાઓ અહીં સામાન્ય છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં દેણાથી લઈ વડસર સુધીના વિસ્તારોમાં મગરો વસવાટ કરે છે. કોર્પોરેશન અને વનવિભાગે મળીને 2008માં દેશનો પ્રથમ ક્રોકોડાઈલ પાર્ક બનાવવા નવલખી કંપાઉન્ડ નજીક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. અને વર્ષ 2016માં 60 એકર જમીનમાં રૂા.2.79 કરોડનો ખર્ચ કરી લોખંડની ફેન્સિંગ લગાવી હતી. પરંતુ વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટ અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે. સરકારના ધારાધોરણ મુજબ એક વિભાગમાંથી બીજા વિભાગને જમીન  તબદીલ કરવાની હોય તો તે જમીનની રકમ સરકારે લેવાની હોતી નથી તેમ છતાં ઓડિટ વિભાગે જમીનની કિંમત અંગે વાંધો લીધો હતો. જેથી આજે વર્ષો પછી પણ ક્રોકોડાઈલ પાર્કની જમીન અંગેનો વિવાદ યથાવત રહ્યો છે. વિશ્વામિત્રી નદી ઉપરાંત આસપાસની કેનાલ, તળાવો સહિતના જળાશયોમાં અંદાજે 1 હજારથી વધુ મગરોનો વસવાટ કરી રહ્યા છે.

મગરોના સંરક્ષણ, સંશોધન અને પ્રવાસન માટેનો હેતુ હતો..

ક્રોકોડાઈલ પાર્ક માત્ર મગરોની| સંરક્ષણ પહેલ નહીં પરંતુ સંશોધન ટૂરિસ્ટ પ્લેટફોર્મ, એક્ઝિબિશન હોલ, બને તે માટે પ્રસ્તાવિક પાર્કમાં મગરો માટેના એન્કલોઝર ટૂરિસ્ટ પ્લેટફોર્મ, એકિક્ઝિબિશન હોલ, ઈન્ટરપ્રિટેશન સેન્ટર, રિસર્ચ બ્લોક અને પાર્કિંગ ફેસિલિટી જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થવાનો હતો.

રાજમહેલ કંપાઉન્ડમાં ક્રોકોડાઈલ પોન્ડ હતું

સયાજીરાવ ગાયકવાડના સમયમાં રાજમહેલ કંપાઉન્ડમાં વિશેષ ક્રોકોડાઈલ પોન્ડ હતું. જેમાં મગરોને ! ટ્રેનીંગ આપવામાં આવતી હતી. રિંગ માસ્ટર મગરોને ખાવાનું આપી પાછા તળાવમાં મોકલતા હતા. ત્યારબાદ તે મગરોને વિશ્વામિત્રી નદીમાં રાખવાની વ્યવસ્થા કરી હતી.

મગરને નામથી બોલાવતા તે નદી કાંઠે આવે છે

 જીવદયા પ્રેમી અરવિંદ પવારના જણાવ્યા મુજબ, મગરને ડિસ્ટર્બ કરવામાં ન આવે તો હુમલો કરતા નથી. નદી કાંઠે ઢોર ચરાવતા પશુપાલકો પર હુમલાની ઘટના બની નથી. આજે પણ રાજુ, ઐશ્વર્યા અને સોનિયાઁ જેવા મગર નામથી બોલાવતાં નદી કાંઠે આવી જાય છે. કુદરતી વાતાવરણમાં ઉછરેલા મગરોને એન્કલોઝરમાં રાખવું મુશ્કેલ છે. મગર પોતાના વિસ્તાર અંગે ખૂબ જ સંવેદનશીલ હોય છે. એક નર મગર બીજા નર મગરને માદા વગરની આસપાસ આવવા દેતો નથી. દુર્લભ અથવા દેખરેખની જરૂરિયાત હોય તેવા મગરો તથા ઈડાઓ માટે એન્કલોઝર યોગ્ય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here