પોતાની પડતર માગણીઓને લઈને રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરેલી આશા વર્કર બહેનોના આંદોલન વચ્ચે, અંકલેશ્વર તાલુકાના ખરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પર ફરજ બજાવતા આશા વર્કર પુષ્પા વસાવાને મેડિકલ ઓફિસર દ્વારા ‘તાત્કાલિક છૂટા કરવાનો આદેશ’ અપાતા ભારે વિવાદ સર્જાયો છે.

નોટિસમાં પુષ્પા વસાવા પર અન્ય આશા બહેનોને હડતાળમાં જોડાવા માટે ગેરમાર્ગે દોરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મનસ્વી નિર્ણય સામે રાજ્યભરની આશાવર્કર બહેનોમાં ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે.
આશા વર્કર આગેવાન ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું હતું કે, મેડિકલ ઓફિસરના આ નિર્ણય સામે ટૂંક સમયમાં જ આખા ગુજરાતની આશા વર્કર બહેનો રાજ્યવ્યાપી આંદોલન કરશે. હાલમાં ભરૂચ જિલ્લામાં ૪૫૦થી વધુ આશા બહેનો હડતાળ પર ઉતરી છે.

