વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ભિલાડ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
LCB ને મળેલી બાતમીના આધારે, મુંબઈથી સુરત તરફ જઈ રહેલા GJ-03-BZ-1931 નંબરના અશોક લેલન દોસ્ત ટેમ્પોને ભિલાડ રેલવે ફાટક નજીક રોકીને તપાસ કરવામાં આવી હતી.

ટેમ્પોમાં લોખંડના ૨૨ ખાટલાઓની આડમાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂ (વ્હીસ્કી અને બિયર) ના ૪૧ બોક્સ (૧૦૫૬ બોટલ/ટીન) મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૨,૫૨,૯૬૦/- થાય છે. ટેમ્પો સહિત કુલ રૂ. ૭,૬૮,૯૬૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે ટેમ્પો ચાલક સંદિપ ધુડારામ દાઢી (ઉં.વ. ૨૫, રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે.
પ્રોહીબિશનનો જથ્થો મોકલનાર પુરખારામ જાટ સહિત અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપી અને મુદ્દામાલને વધુ તપાસ માટે ભિલાડ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

