ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી નડિયાદ વિસ્તારના મહત્વના માર્ગોના વિકાસ અને નવીન સુવિધાઓ ઉભી કરવા અંગે વિસ્તૃત રજૂઆતો કરી છે.

નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી પસાર થતા અને ડભાણ, યોગીનગર તેમજ ઉત્તરસંડાને સાંકળતા હેરિટેજ દાંડી માર્ગ (નેશનલ હાઈવે 228)ના રિસરફેસીંગ અને બ્યુટિફિકેશનની કામગીરી કરવા બાબતે સાંસદ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉત્તરસંડા પાસે બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું હોવાથી ભવિષ્યમાં ટ્રાફિકની વધનારી તીવ્રતા અને જરૂરિયાતોને ધ્યાને રાખીને, પીપલગ ચોકડીથી નરસંડા ચોકડી તરફ નેશનલ હાઈવે 48 પર સર્વિસ રોડ બનાવવાની માંગ કરાઈ છે. સાથે જ, વાહનવ્યવહારની સુગમતા માટે ભૂમેલ ચોકડી પર અંડરબ્રિજ બનાવવા અંગે પણ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી
REPOTER : સિધ્ધાંત મહંત

