GUJARAT : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાના પંચ હેઠળ આવેલા ઘડિયા ગામના મુરાવત ફળિયામાં આજે ગટર લાઈનના કામનો સત્તાવાર આરંભ કરવામાં આવ્યો.

0
40
meetarticle

લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગટર વ્યવસ્થાની માંગ કરવામાં આવી રહી હતી, જેને ધ્યાને લઈ પંચાયત દ્વારા આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.આ ગટર લાઈનનું કામ શરૂ થતાં જ ફળિયામાં સ્વચ્છતા સુધરશે, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થશે તેમજ ગંદા પાણીથી થતી બીમારીઓમાં ઘટાડો થશે. અગાઉ ગટર વ્યવસ્થા ન હોવાને કારણે રહેવાસીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો,

ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની જતી હતી.આ વિકાસ કાર્ય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને સંબંધિત વિભાગના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. કામની ગુણવત્તા જળવાઈ રહે તેમજ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવશે.ગટર લાઈનના કામના પ્રારંભ પ્રસંગે ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આ વિકાસાત્મક કાર્ય બદલ પંચાયતના પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીથી મુરાવત ફળિયામાં સ્વચ્છ, સ્વસ્થ અને સુવ્યવસ્થિત પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર. દિપક પરમાર ઘડિયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here