થમૅલ ટીંબાના મુવાડા પાસે અમદાવાદ ઈન્દોર હાઇવે પર ડીવાઇન્ડર પર કાર ચડી જતા મુસાફરોનો આબાદ બચાવો થયો હતો જો કે હાઇવે પર મોટી સંખ્યામાં ખાડાઓ હોવાથી છેલ્લા 2 મહિનામાં 15 થી વધુ અકસ્માત સર્જાયા છે

અમદાવાદ ઈન્દોર હાઈવે પર બાલાસિનોર તરફથી આવતીકાર અચાનક ખાડાઓ અને બિસ્માર રસ્તાને લઇ ડ્રાઇવરનો કાબુ ગુમાવતા હાઇવે પર આવેલા ડિવાઇન્ડર પર ચડીગઈ હતી પરંતુ અંદર બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ત્યારે અને અમદાવાદ ઈન્દોર હાઈવે પર આવેલા મેનપુરા ચોકડી પર મસ મોટા ખાડાઓથી વાહનચાલકો અને રાહદારીઓ હેરાન ઞતી ભોગવી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ હાઈવે કઠલાલ સુધી અને સેવાલિયાથી ગોધરા સુધી અત્યત ખાડાઓના ભરમાર થીં અકસ્માત સામે ઘણા લોકોના જીવ ગયા છે છેલ્લા બે મહિનામાં સેવાલિયા અમદાવાદ અને બાલાસિનોર સુધી 15 થી વધારે અકસ્માતમાં 6 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ હાઈવે ઓથોરિટીના પેટનું પાણી હાલતું નથી હાલમાં તાજેતરમાં શાસક દ્વારા પ્રાઇવેટ એજન્સી પાસે આર હાઈવેનુ સવૅ કરાવી ગુજરાતના પ્રવાસ આવેલા નિતીન ગડકરી આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. ઈન્દોર હાઈવે નું સમારકામ શરૂ થાય તે જરૂરી છે..
અહેવાલ :હસમુખભાઈ નાયક ખેડા ગળતેશ્વર.

