GUJARAT : ખેલૈયાઓ ચેતી જજો! અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ

0
50
meetarticle

નવરાત્રિના પર્વને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. નવરાત્રિ વખતે અનેક ખેલૈયાઓ વધુ સ્ટાઇલિશ દેખાવવા માટે ટેટૂ, બોડી પિયર્સિંગ કરાવતા હોય હોય છે. સોશિયલ સોશિયલ મીડિયાના મીડિયાના આજના સમયમાં વધુ લાઈક્સ મેળવવા કે મનગમતી સેલિબ્રિટીનું અનુકરણ કરવા માટે યુવાનોમાં ટેટૂ ત્રોફાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ આ ટેટૂ અસુરક્ષિત રીતે કરાવવામાં આવે તો તેનાથી હિપેટાઇટિસ થવાનું પણ જોખમ રહે છે. હિપેટાઇટિસ ‘બી’ના પ્રસારને મામલે ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે.

હિપેટાઈટિસ “સી’થવાનું મુખ્ય કારણ ટેટૂ બનાવવું છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, હિપેટાઈટિસ ‘સી’ સંક્રમિત વ્યક્તિ સોયથી ટેટૂ કરાવડાવે અને તે જ સોયનો ઉપયોગ સ્વસ્થ વ્યક્તિમાં પણ કરવામાં આવે તો તે સ્વસ્થ વ્યક્તિને પણ હિપેટાઈટિસ ‘સી’ થઈ શકે છે. આ માટે કારણ એ છે કે ટેટૂ કરાવતી વખતે નાની-નાની સોયથી તમારી ત્વચામાં છિદ્ર પાડવમાં આવે છે, જેનાથી રક્તસ્ત્રાવ થાય છે. આવી સ્થિતિમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ટેટૂ આર્ટિસ્ટ કોઉ સંક્રમિત સોયનો ઉપયોગ કરે નહીં. જો તેમ થશે તો ટેટૂ બનાવવાની પ્રક્રિયા દરમિયાન વાયરસ તમારા સુધી પહોંચી શકે છે.

હિપેટાઈટિસ મામલે ગુજરાતમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો સેરોપ્રેવલન્સ રેટ છે. દેશભરમાં હિપેટાઈટિસ બીનો સેરોપ્રેવલન્સ રેટ 0.95 ટકા છે જ્યારે ગુજરાતમાં તે 1.2 ટકા છે. હિપેટાઇટિસ -સીની વાત કરીએ તો નેશનલ સેરોપ્રેવલન્સ રેટ 0.32 ટકા છે જ્યારે ગુજરાતમાં આ દર 0.19 ટકા છે. હિપેટાઈટિસ D બીના મામલે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં તેલંગાણા અને આંધ્ર પ્રદેશ પછી છઠ્ઠા ક્રમે છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, દેશની મોટાભાગની વસ્તી સંભવતઃ હિપેટાઇટિસ બીની બીમારી સાથે જીવી રહી છે અને ઘણીવાર તેમને પોતાની સ્થિતિ અંગે જાણ પણ હોતી.

નથી.ડોક્ટરોના મતે ટેટૂ ત્રોફાવવા વિવિધ લોકો માટે એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ ‘બી’ અને ‘સી’ નો ચેપ લાગી શકે છે. ટેટૂ ત્રોફાવનારાઓમાં હિપેટાઇટિસ ‘બી’ના પ્રસારનો દર અંદાજે 3.30 ટકા છે. આ સાથે ડોક્ટરોએ ઉમેર્યું કે હિપેટાઇટિસના પ્રસારને અટકાવવા માટે સુરક્ષિત રીતે ટેટૂ મૂકાવવા અને કડક સ્ટરિલાઈઝેશન પ્રોટોકોલ્સ ખૂબ જરૂરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here