વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમે વાપી GIDC વિસ્તારમાંથી ચોરી થયેલી એક મોટરસાઇકલ ગણતરીના કલાકોમાં શોધી કાઢીને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ગુપ્ત બાતમીના આધારે, LCB ટીમે વાપી GIDC યુપીએલ ઓવરબ્રિજથી દમણગંગા નદી તરફ જતા સર્વિસ રોડ પરથી આરોપી અભયસિંગ S/O સંતોષસિંગ ચંદેલ (ઉં.વ. ૨૫, મૂળ ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો.
આરોપીના કબજામાંથી ચોરી થયેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ (રજિ. નં. PB-10-CR-7167) જેની કિંમત રૂ. ૧૨,૦૦૦/- છે, તે કબજે કરવામાં આવી છે.
આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું હતું કે ગઈકાલ રાત્રે તેણે વાપી GIDC માં આવેલી તુલસી હોટલ નજીક એક કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરેલી આ મોટરસાઇકલ ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરીને ચોરી કરી હતી.
પકડાયેલો આરોપી અને મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વાપી GIDC પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

