ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી ઞામે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે એટી એમ છે તે ધણાં સમય થી બહાર બહાર કેબિનમાં રાખવામાં આવ્યું છે પરંતુ તે બેંક ના ખુલવાના સમય દરમિયાન ગ્રાહક તેનો રૂપિયા ઉપાડી શકે છે,

માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના કુણી ઞામમાં ધણા સમય પહેલા રૂપિયા ઉપાડી શકે તે માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટીએમ મશીન મુકવામાં આવેલ હતું પરંતુ બેંક ખુલે ત્યારેજ ગ્રાહકો તેમાંથી રૂપિયા ઉપાડી શકતાં હતાં, અને જ્યારે સાંજે બેંક બંધ કરવામાં આવે ત્યારે ગ્રાહકો તેમાંથી રૂપિયા ઉપાડી શકતાં નહોતાં પરંતુ જાગૃત ગ્રાહકો દ્વારા બેંકના મેનેજરને રજૂઆત કરતા તેનું કોઈ પરિણામ ન આવતાં ગ્રાહકો દ્વાર થોડા દિવસ પછી સ્થાનિક સમાચાર પત્રો દ્વારા સમાચાર પ્રસિદ્ધ થતા બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ એટીએમ મશીન એક વર્ષ પહેલા બહાર કેબિનમાં રાખવામાં આવ્યું હતું પરંતુ પહેલાં જે ગ્રાહકો ને એટી એમ મશીનમાંથી રૂપિયા ઉપાડવા માટે તકલીફ અનુભવી રહ્યા હતા તેજ પરિસ્થિતિથી હાલમાં છે.
કારણ કે હાલમાં બેંક ખૂલી જાય ત્યારે જે એટી એમ મશીનમાંથી રૂપિયા ઉપાડવા જવું પડે છે અને જ્યારે સાંજે બેંક બંધ કરવામાં આવે છે ત્યારે સાથે એટીએમ મશીન મુકવામાં આવ્યું છે તે પણ કેબિન બંધ કરી તાળા મારી દેવામાં આવે છે.
ત્યારે કુણી ગામના ગ્રાહકોને રાત્રીના સમયે જ્યારે કોઈ ઇમર્જન્સીમાં એટીએમ મશીન માંથી રૂપિયા ઉપાડવાના થાય ત્યારે આઠ કિલોમીટર સુધી લાંબા થવું પડે છે અને બીજા શહેરમાં જેવા કે થમૅલ તથા સેવાલિયા અને બાલાસિનોર સુધી આવેલા એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવા જવું પડતું હોય છે ત્યારે આ સમસ્યા અંગે બેંક મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી
ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હમણાં અમારી પાસે સિક્યુરિટી ની વ્યવસ્થા નથી જ્યારે બેંક મેનેજમેન્ટ દ્વારા જ્યારે સિક્યુરિટી ની વ્યવસ્થા ગોઠવશે ત્યારે બેંક બંધ હશે ત્યારે એટીએમ ખુલ્લુ રાખવામાં આવશે. ધણો સમય થયો છતાં બેંક મેનેજમેન્ટ દ્વારા સિક્યુરિટી ની વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે આ સમસ્યા અંગે ગ્રાહકનું નિવારણ ક્યારે આવશે તે જોવું રહ્યું..
અહેવાલ:હસમુખભાઈ નાયક કુણી, ગળતેશ્વર.

