GUJARAT : ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ

0
36
meetarticle

ગાંધીનગર: લોખંડી પુરુષ સેવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં લગાડવામાં આવેલા પોસ્ટર ગઈ રાત્રે કેટલાક તત્વો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા. જેના પગલે સરદાર પ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે. આ મામલે આજે જિલ્લા કલેકટર અને પોલીસવડાને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.

આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગાંધીનગરમાં પણ ઉમિયા પરિવાર તરફથી વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. 

આ ઉજવણી સંદર્ભે ગાંધીનગર શહેર તેમજ અલગ અલગ વિસ્તારો જેવા કે પીડીપીયુ ચાર રસ્તા, શ્યામ શુકન, કે રાહેજા રોડ, ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી રોડ, સાર્થક ફોર્ચ્યુન ચાર રસ્તા જેવા વિસ્તારોમાં પણ બેનર અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે ત્યારે ગઈ રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા. જેના પગલે ઉમિયા પરિવાર અને સરદાર પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 

આજે સવારના સમયે આ ફાટેલા પોસ્ટર જોઈને રોષે ભરાયેલા યુવાનો દ્વારા ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેને રૂબરૂમાં મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગાંધીનગર જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટીને પણ આવેદનપત્ર આપીને આ કૃત્ય કરનાર સામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માટેની માગણી કરવામાં આવી છે.

 પ્રત્યેક સમાજને સાથે લઈને ચાલનારા સરદાર પટેલ સામે પોસ્ટરો ફાડીને હિનકૃત્ય કરનાર તત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ આ યુવાનો દ્વારા માગણી કરવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here