GUJARAT : ગાંધીનગરમાં ગેરકાયદેસર ચાલતા સ્પા-મસાજ પાર્લર સામે ફરી તવાઈ

0
39
meetarticle

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્પા અને મસાજ પાર્લર સામે પોલીસ અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં તેની નોંધણી નહીં કરાવનાર આવા મસાજ પાર્લરનો સામે ફરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એસઓજી પોલીસે સરગાસણ અને ભાઈજીપુરામાં મંજૂરી વગર ચાલતા બે સ્પાના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો હતો.

સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે સ્પા અને મસાજ સેન્ટરો ખુલી ગયા છે ત્યારે તેમાં દેહ વેપાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ગાંધીનગર જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા અલગ અલગ સ્પા અને મસાજ સેન્ટરોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મસાજ સેન્ટરોના માલિકને નોંધણી કરાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.તેમ છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્પ દ્વારા ભાઈજીપુરા ખાતે આવેલા શુકન કોમ્પ્લેક્સના ત્રીજા માળે ડાર્કમૂન લક્ઝુરિયસ સ્પા ખાતે તપાસ કરવામાં આવી હતી પરંતુ તેના સંચાલક દ્વારા નોંધણી નહીં કરવામાં આવી હોવાનું બહાર આવતા સંચાલક અમદાવાદ ચાણક્યપુરીના વિશ્વકર્મા ઓમપ્રકાશ દયાશંકર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બીજી બાજુ સરગાસણમાં આવેલા પ્રમુખ ટેનજન્ટ કોમ્પલેક્ષમાં પણ તપાસ કરવામાં આવી હતી જ્યાં એપલ ઇન્ટરનેશનલ સ્પાના સંચાલક દ્વારા નોંધણી નહીં કરવામાં આવી હોવાનું જણાયું હતું. જેથી તેના સંચાલક નિમેશ મનસુખભાઈ પરમાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 પોલીસ દ્વારા હાલ સ્પાની સાથે જિલ્લામાં ગેરકાયદેસર રીતે સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓ સામે પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે અને હોટલ ગેસ્ટ હાઉસમાં રહેતા મુસાફરોનું પથિક સોફ્ટવેરમાં નોંધણી નહીં કરનાર હોટલના સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીને પગલે હાલ તો આવા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here