GUJARAT : ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૦૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ

0
11
meetarticle

ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ. કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું જેમાં કોઇ જ પ્રકારના નવા વેરા રહિત ૧૫૦ કરોડની પુરાંતવાળું ૧,૯૦૩ કરોડનું બજેટ કદ રહેવા પામ્યું છે જેમાં સામાજિક અને ભૌતિક આંતરમાળખાકિય સુવિધા માટે કુલ ૧,૪૦૬ કરોડ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. કુલ બજેટના ૮૪ ટકા ભાગ વિકાસ કામો પાછળ વાપરવાની જોગવાઇ કરાઇ છે. જ્યારે શિક્ષણ ક્ષેત્રે ૧૬.૯૦ કરોડ, આરોગ્ય ક્ષેત્રે ૪૦.૧૮ અને સફાઇ ક્ષેત્રે ૧૬૧.૭૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હવે સ્થાયી સમિતિ દ્વારા આ બજેટનો અભ્યાસ કરીને તેમાં સુધારા વધારા સુચવીને મંજુરી અર્થે મોકલી આપવામાં આવશે.રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાનું ૧૫મું સામાન્ય બજેટ આજે મ્યુ. કમિશનર જે.એન.વાઘેલા  દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. સવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનરે વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ અને વર્ષ ૨૦૨૫-૨૬ના રીવાઇઝ અંદાજપત્રોને રજુ કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગરનું ગ્રોથ ઓરિયેન્ટેડ બજેટ ગણાવીને તેમણે નાગરિકોની સુખાકારી માટે નવા પ્રોજેક્ટ અને વિકાસલક્ષી કામગીરી તથા ફરિયાદ નિવારણ જેવી પ્રજાલક્ષી પ્રવૃત્તિઓનું અસરકારક પરિણામલક્ષી અમલિકરણ સુનિશ્ચિત થાય તે હેતુસર વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧,૯૦૩.૦૮ કરોડનું બજેટ રજુ કર્યું છે. ગત વર્ષ કરતા ૧૦.૭૭ ટકા એટલે કે, ૧૮૫.૦૫ કરોડના વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર ઉપરાંત પાંચ વર્ષ અગાઉ સમાવવામાં આવેલા નવા વિસ્તારની સુવિધા માટેની આ બજેટમાં નવા કામો સમાવવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૨૬-૨૭ના આ ડ્રાફ્ટ બજેટમાં સામાજિક આંતરમાળખાકિય સુવિધા માટે ૨૧૯.૪૫ કરોડ, ભૌતિક આંતરમાળખાકિય સુવિધા માટે ૧,૧૮૬.૭૧ કરોડ, શિક્ષણ માટે ૧૬.૯૦ કરોડ, આરોગ્ય માટે ૪૦.૧૮  કરોડ, સફાઇ માટે  ૧૬૧.૭૫ કરોડ જ્યારે આગવી ઓળખના કામો માટે ૯૨.૪૬ કરોડ તથા અન્ય કામો માટે ૧૮૫.૬૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કોઇ પણ જાતના વેરા વધાર્યા વગર ૧૫૦ કરોડની પુરાંત સાથે વર્ષ ૨૦૨૬-૨૭નું ૧,૯૦૩.૦૫કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ૧,૪૦૬ કરોડ રૃપિયા વિવિધ વિસ્તારોના વિકાસ કામો પાછળ ખર્ચાશે તો ૯૧.૨૨ કરોડ રૃપિયા મહેકમ ખર્ચ, ૩૬ કરોડ ઇલેક્ટ્રીસીટી અને નિભાવ ખર્ચ અને ૩૪.૨૫ કરોડ રૃપિયા બગીચા નિભાવણી ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

આ ઉપરાંત કંટીજન્સી ખર્ચ પેટે ૧૨૩.૪૦ કરોડની જોગવાઇ તથા નિભાવણી ખર્ચ તરીકે ૮૨.૭૫ કરોડની જોગવાઇ હાલ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવી છે.

આગામી સમયમાં હવે સ્થાયી સમિતિમાં આ ડ્રાફ્ટ બજેટમાં જરૃરી સુધારા વધારા સુચવવામાં આવશે અને ત્યાર બાદ આખરી બજેટ સામાન્ય સભામાં મંજુર અર્થે મુકવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here