ગીરગઢડા ગ્રામ પંચાયતના કોંગ્રેસના ઉપસરપંચશ્રી દાનુભાઈ કેશુભાઈ વાઘેલા, ગ્રામ પંચાયતના સદસ્યશ્રી હરેશભાઈ ગોવિંદભાઈ મકવાણા બન્ને આગેવાનો કોંગ્રેસ છોડી અને વિધિવત રીતે ભાજપમાં જોડાયા. ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ભાજપનો ખેસ પહેરાવી અને આવકાર્યા હતા.

સાથે કોંગ્રેસ તાલુકા પંચાયતના સદસ્યશ્રી અરવિંદભાઈ ખુટ, રમેશભાઈ ખુટ, ઘનશ્યામભાઈ ચોવટિયા, ભોળાભાઈ રામાણી શાણાવાકીયા ગામના તેમજ ખીલાવડ ગામના કોંગ્રેસ આગેવાનો કોંગ્રેસ છોડી અને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ આગેવાનોને પણ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ભાજપનો ખેસ પહેરાવી અને આવકાર્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ ધારાસભ્યશ્રી એ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
REPOTER : કૈલૈશ ભટ્ટ ઉના

