GUJARAT : ગુજરાતની સરકારી કૃષિ યુનિ બની, કૌભાંડોની યુનિવર્સિટી – મનહર પટેલ

0
53
meetarticle

કૃષિ સંશોધન-કૃષિ શિક્ષણ અને કૃષિ વિસ્તરણના ઉમદા હેતુ સાથે શરુ કરવામા આવેલી સરકારી કૃષિ યુનિ.ઓ આજે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ તેના મુખ્ય સુત્રધારો ખુદ કુલપતિઓ અને તેમા રાજય સરકારની રહેમ નજર.

પગારના નામે કરોડો રુપિયા ઓળવી ગયેલા કૃષિ યુનિ,ના કુલપતિઓ સરકારી આદેશ પછી પણ નાણા સરકારમા જમા કેમ કરાવતા નથી ? સરકારમા કુલપતિઓને કોણ બચાવી રહ્યુ છે ? રાજ્ય સરકાર વસુલાત માટે કડક વલણ કેમ નહી ?

રાજયની કૃષિ યુનિ,ઓમા એક પછી એક કૌંભાંડ બહાર આવે છે પરંતુ રાજ્ય સરકાર તેમા તપાસ કરી કૌભાંડીઓને જેલ હવાલે કરવાને બદલે કૌભાંડોને દબાવી રહી છે અને કૌભાંડીઓને બચાવી રહી હોય તેવો સંદેશો છોડી રહી છે.

જુનાગઢ કૃષિ યુનિના કુલપતિ ડો ચોવટીયાના પુત્ર – પુત્ર વધુની જે પી વેન્ચર કંપનીના નામે ટેન્ડરો મેળવીને નાણાકીય લાભો મેળવવા કંપનીના ખોટા કાગળો બનાવ્યા અને ટર્ન ઓવરના બોગસ આધારો ઉભા કરીને ગંભીર ગુનો આચરેલ છે, છતાં કુલપતિ ઉપર કોઇ કાર્યવાહી કરવામા આવી નથી. કુલપતિએ પોતાના પરિવારના સભ્યોને નાણાકીય લાભ આપવા પદનો ગેરઉપયોગ કરેલ છે. તેના વિરુદ્ધમા એક સામજીક સંસ્થાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન થી લઈને ગુજરાતના પોલીસ વડા સુધી ફરીયાદો થયેલ છે છતા કોઇ કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામા આવી નથી.

આણંદ કૃષિ યુનિ ના કુલપતિ ડો બી કે કથીરિયાના વિરુદ્ધમા અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, જેવા કે સિકયુરિટી કોન્ટ્રાકટમાં તેમની માનીતી પાર્ટીને ટેન્ડર પ્રક્રિયાથી ઓર્ડર આપવા માટે તમામ નિયમો તેમજ ભલામણો નેવે મૂકી ગેરરીતિ કરવામાં આવેલ છે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ભલામણ મુજબ કોઈ પણ કોન્ટ્રાક્ટ કે ખરીદી માટે “મિનિમમ ક્રાયટેરિયા એન્ડ મેક્સિમમ પર્ફોમર” હોય છે, જ્યારે અહિયા ૧૨૨ પૈકી ૧૨૧ એજન્સીને કોઈપણ જાતની છૂટછાટ નહી અને તમામ ૧૨૧ કંપનીઓ ટેકનિકલ ઈવોલ્યુશન માંથી દૂર કરી ફક્ત એક જ કંપનીને ફાઇનાન્સિયલ ઈવોલ્યુશન માટે મોકલેલ હતી જે નિયમથી તદ્દન વિરુદ્ધ છે. ઉપરાંત ભૂતકાળમાં ત્રણ વર્ષ જેટલા લાંબા ગાળાનો કોન્ટ્રાક્ટ અપાયો નથી અને માનીતી માનીતી કંપનીને ત્રણ વર્ષનો લાંબો કોન્ટ્રાક્ટ આપેલ છે..

તમામ કૃષિ યુનિના કુલપતિઓ નિયમ વિરુદ્ધ પગાર મેળવે છે કરોડો રુપિયા પોતાના બેન્ક ખાતામા જમા થઈ રહ્યા છે, આ અંગે અનેક રજુઆત અને સરકારી રાહે તેની નોંધ પણ લેવામા આવી પરંતુ આજ દિવસ સુધી ભ્રષ્ટ કુલપતિઓ જે પગાર પેટે નિયમ વિરુદ્ધ નાણા ઓળવી ગયા છે તે રાજ્ય સરકાર વસુલાત કરી શકી નથી, ખરેખર આ ગુનામા તેમને પદ ઉપરથી દુર કરી નાણાની ઉચાપતના ગુનામા જેલ હવાલે મોકલીને કોર્ટની રાહે કાર્યવાહી કરવી જોઇએ. આવા કોઇ પગલા રાજ્ય સરકારે ભર્યા નથી.

લાયકાત વગરના કુલપતિઓની નિમણુક કરવી, કૃષિ યુનિ ઓમા કર્મચારી/અધિકારીઓની ભરતીઓમા ગેરરીતીઓ આચરવી, ખરીદી અને મરામતના કોન્ટ્રાક આપવામા ભ્રષ્ટાચારોની ફરીયાદો રાજ્ય સરકાર સામે થયેલ છે પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી.

સરદાર કૃષિનગર કૃષિ યુનિ.ના કુલપતિની લાયકાત અને નિમણુક બાબતે અનેક રજુઆતો અને ફરિયાદો થયેલ છે પરંતુ રાજ્ય સરકાર સંપુર્ણ ઘોર નિંદ્રામા હોય તેમ આવા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉપર તપાસ કે કાર્યવાહી કરવા પણ તૈયાર નથી. જે ભ્રષ્ટાચારને સમર્થન કરવાનો સીધો સંકેત આપે છે.

રાજ્ય સરકાર કૃષિ યુનિ ઓના ભ્રષ્ટાચારને નિર્મુલન કરવાની ઇચ્છા ધરાવતી હોય તો કુલપતિઓના પગારપેટે પચાવેલ નાણાની વસુલાત, કૃષિ યુનિઓમા ચાલતા મનસ્વી વહીવટ,લાયકાત વગરના કુલપતિની નિમણુકો, કર્મચારીઓની ભરતીમા અને ખરીદીમા કૌભાંડો ઉપર યોગ્ય તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલ કૃષિ યુનિ.ઓને તેમાથી બહાર કાઢવામા આવે.

મનહર પટેલ, પ્રવકતા,ગુજરાત કોંગ્રેસ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here