ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ દરમિયાન એક દિવસમાં વઘુ 3.75 લાખ મતદારોના નામમાં ગોટાળો હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃત્યુ પામેલા, સરનામે ગેરહાજર, સ્થળાંતર કરેલા અને રીપિટ હોય તેવા મતદારોનો સમાવેશ થાય છે.

મૃત્યુ પામેલા, સરનામે ગેરહાજર, સ્થળાંતર કરેલા અને રીપિટ હોય તેવા મતદારોનો આંકડો 60.18 લાખે પહોંચ્યો
એસઆઈઆરની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ત્યારે ગુજરાતમાં ગઈકાલે મૃત્યુ પામેલા 17 લાખ મતદારો નોંધાયા હતા. જે આજે વધીને 17.30 લાખ થઈ ગયા છે. એટલે કે 30 હજાર મૃત્યુ પામેલા મતદારોનો વધારો જોવા મળ્યો છે. આવી રીતે જ એક દિવસમાં 85 હજારના વધારા સાથે 7 લાખથી વઘુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા.
જ્યારે 2.52 લાખના વધારા સાથે પોતાના સરનામેથી કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારોની સંખ્યા આજે 32.52 લાખ સુધી અને 8 હજારના વધારા સાથે રિપિટ મતદારોની સંખ્યા 3.36 લાખ સુધી પહોંચી છે. ચારેય પ્રકારની ખામીઓવાળા મતદારોનો કુલ આંકડો 60.18 લાખે પહોંચ્યો છે.
