GUJARAT : ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ “વોટ ચોર, ગાદી છોડ”સહી ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

0
53
meetarticle

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ આજરોજ પોતાના મતવિસ્તાર આંકલાવ વિધાનસભાના બૂથ પરથી રાજ્યવ્યાપી “વોટ ચોર, ગાદી છોડ”સહી ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સાથે મિસ કોલ અભિયાનની પણ શરૂઆત થઈ છે.

08047358455 પર મિસકોલ કરીને જનતા પણ આ અભિયાનમાં સહભાગી બની શકે છે.

આ ઝુંબેશનો હેતુ જનજાગૃતિ ફેલાવવાનો છે જેથી મત ચોરી કરનારા તત્વોને ખુલ્લા પાડીને લોકશાહી વિરુદ્ધના કાવત્રાને નિષ્ફળ બનાવી શકાય.કોંગ્રેસનો સ્પષ્ટ સંદેશ છે કે
“મારો મત – મારો અધિકાર”માત્ર સૂત્ર નથી, પરંતુ લોકશાહીનો પ્રાણ છે.

ગુજરાતની જનતા પણ મતાધિકારની રક્ષા માટે એકજૂટ થઈ વોટ ચોરોને બેનકાબ કરવા પ્રતિબદ્ધ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here