નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહયાં છે ત્યારે ગુજરાતમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ પણ સજજ બની છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા અને મહારાષ્ટ્રમાંથી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે નર્મદા જિલ્લાની ધનશેરા ચેકપોસ્ટનો રસ્તો બુટલેગરો પસંદ કરતાં હોય છે.

હાલ નવા વર્ષને ધ્યાને રાખી આ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે.ત્યારે હાલ 31 ડિસેમ્બરની ઉજવણી માટે મહારાષ્ટ્રથી દારૂ કે અન્ય કેફી પદાર્થ જિલ્લામાંના ઘૂસે તે માટે એસપી વિશાખા ડબરાલની સૂચનાથી સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ સહિત રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટમાંથી આવતા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પીએસઆઈ જસવંત લટા અને તેમનો સ્ટાફ વાહનચેકિંગ કરી રહયો છે. મહારાષ્ટ્રમાંથી અને નર્મદા ડેમ વિસ્તારના પાછળના ભાગે થઈ બિનઅધિકૃત રીતે આંતરરાજયમા હેરાફેરી કરી ગુજરાત રાજયમા ન ઘુસી શકે એ માટે કેવડીયા એકતનગર ડેમ સુરક્ષા સહિત સાગબારાના ઘનશેરા ચેક પોસ્ટ ઉપર પોલીસે નાકાબંધી અને વાહન ચેકીંગ હાથ ધર્યું છે.

ખાસ કેટલાક યુવાનો મહારાષ્ટ્ર માથી દારૂનો નશો કરીને આવે છે તેમાના પર પણ તવાઇ બોલાવી ને બ્રેથ એનેલાઇઝરથી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. દરેક ગાડીનું ચેકીંગ કરવામાં આવે છે. સાથે નશેબાજોને ઝડપવા બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી જો શંકાસ્પદ જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.. આ સાથે જિલ્લામાં યોજાતી પાર્ટીઓ અને ડાન્સ ડિનર પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે.કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કરશે તો એની ખેર નથી
REPOTER : :દીપક જગતાપ, રાજપીપલા

