GUJARAT : ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા 10 જિલ્લાઓમા પરિક્ષા માર્ગદર્શન

0
42
meetarticle

દર વર્ષે જાહેર પરીક્ષાના માર્ગદર્શનના કાર્યક્રમનું વિશેષ આયોજન સંસ્થાના માધ્યમથી યોજાઈ રહ્યું છે.ચાલુ વર્ષે આ કાર્યક્રમનું શીર્ષક આપવામાં આવ્યું છે “ગણતરથી ભણતરની કથા” એટલે કે આયોજનબધ્ધ રીતે કેવી રીતે પરીક્ષામાંથી પસાર થઈ શકાય તેનો સુગ્રથિત આલેખ.તેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સ્વયંસેવકો અને શિક્ષણસેવીઓ આ કાર્યને આગળ વધારી રહ્યાં છે.જેમાં આણંદમાં મુકેશસિંહ મહિડા, ડો.કિરીટ ચૌહાણ અને પ્રદિપસિંહ સિંધા, જામનગરમાં મમતાબેન જોશી, બોટાદમાં વિનોદભાઈ શિયાળ, કચ્છમાં બાબુભાઈ મોર અને વિજયભાઈ ચૌધરી, તાપી જિલ્લામાં હિતેશભાઈ માહ્યાવંશી,ભાવનગરમા તખુભાઈ સાંડસુર, અમદાવાદ શહેરમા ડો. સંગીતા પટેલ, અમદાવાદ જિલ્લામા શ્રી અમૃતભાઈ કુમારખણિયા, બનાસકાંઠામા દુધાભાઈ પરમાર, ખેડામાં મિનેષભાઈ પ્રજાપતિ વગેરે આ કાર્યક્રમનો હિસ્સો બની વિધાર્થીઓનો હોસંલો અને વિશ્ર્વાસ બની રહ્યાં છે.


ગુજરાતના અન્ય જિલ્લાઓમા પણ આ અભિયાનને વેગ મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.પરિક્ષા આખરી નથી પણ આરંભ છે તે વાત આ શિક્ષણ સાધકો સૌ વિધાર્થીઓ સુધી પહોંચાડી રહ્યા છે.ખુબ ટુંકા સમયમાં આ સંસ્થાએ અનેકવિધ કાર્યક્રમો અને મુહિમો થી પોતાની સુગંધ પ્રસરાવી છે.સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર આ આયોજનને ઓપ આપી રહ્યાં છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here