GUJARAT : ગુજરાત સહિતના રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ

0
33
meetarticle

દિલ્હીથી 9,000 કિલોમીટરથી વધુ દૂર ઈથિયોપિયામાં ફાટેલા જ્વાળામુખીને કારણે પેદા થયેલા રાખના વાદળો ભારત સુધી પહોંચતા હવામાન વિભાગ (IMD) એલર્ટ મોડ પર છે. આ ધુમાડો અને રાખના કારણે દિલ્હી સહિત અનેક શહેરો પ્રભાવિત થયા છે અને હવાઈ પરિવહન મોટા પાયે ખોરવાયો છે. IMDએ માહિતી આપી છે કે આ રાખના વાદળો મંગળવાર સાંજ સુધીમાં ભારતમાંથી હટી શકે છે અને ભારતથી આગળ વધી શકે છે.

IMDના જણાવ્યા મુજબ, ઈથિયોપિયાથી આવેલા રાખના આ વાદળોનો આગામી પડાવ ચીન હશે. વિભાગે માહિતી આપી છે કે આ વાદળો મંગળવારની સાંજે 7:30 વાગ્યા સુધીમાં ભારતમાંથી દૂર થઈ જાય તેવી શક્યતા છે. હાલમાં આ વાદળો ગુજરાત, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના આકાશમાં તરતા રહેશે તેવું અનુમાન છે.

મીડિયા અહેવાલો મુજબ, ભારતીય શહેરોના એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI) પર આ વાદળોની ખાસ અસર થવાની સંભાવના નથી, પરંતુ તેના કારણે હિમાલય અને તેને અડીને આવેલા તરાઈ પટ્ટામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ અસરગ્રસ્ત થઈ શકે છે.

ટુલુઝ વૉલકેનિક એશ એડવાઈઝરી સેન્ટર અનુસાર જ્વાળામુખીની રાખ યમન, ભારત અને પાકિસ્તાન સુધી પહોંચી છે. ઈન્ડિયા સ્કાયમેટ વેધર અનુસાર, હાયલી ગુબ્બી જ્વાળામુખી ક્ષેત્રથી આ રાખ ગુજરાત સુધી પહોંચી. જ્વાળામુખીનો વિસ્ફોટ તો બંધ થઈ ગયો પરંતુ વાયુમંડળમાં ઉપર સુધી રાખનાં વાદળો ઉઠયા. જે 100-120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ભારત તરફ ફંટાયાં. આ વાદળ આકાશમાં 15 હજારથી લઈને 45 હજાર ફૂટ સુધી ફેલાયેલા છે. જેમાં રાખની સાથે સલ્ફર ડાયોક્સાઈડ અને કણ પણ સામેલ છે. ગુજરાત બાદ રાખ રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, પંજાબ સુધી ફેલાશે.’

10,000 વર્ષથી વધુ સમય પછી હાયલી ગુબ્બી જ્વાળામુખી ફરી સક્રિય થયો છે, જેના કારણે એર ટ્રાફિક પ્રભાવિત થઈ રહી છે. આ વિસ્ફોટને લીધે ભારતથી પશ્ચિમ એશિયા તરફ જતી ફ્લાઈટ્સ પર અસર થવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાનગી એરલાઇન કંપની સ્પાઇસજેટના પ્રવક્તાએ ‘યુનિવાર્તા’ને જણાવ્યું કે તેમની દુબઈ જતી ફ્લાઇટ્સ આનાથી પ્રભાવિત થઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે જ્વાળામુખીમાં વિસ્ફોટ થયા બાદ રાખનો ગુબાર લગભગ 14 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉડ્યો હતો. ત્યારબાદ આ ધુમાડો પૂર્વ દિશામાં રાતા સમુદ્ર પર ફેલાયો અને ત્યાંથી અરબ દ્વીપકલ્પ તેમજ ભારતીય ઉપખંડ તરફ ફેલાયો. ઉચ્ચ સ્તરીય પવનો રાખના વાદળને ઈથિયોપિયાથી શરૂ કરીને રેડ સી, યમન, ઓમાન અને આગળ અરબ સાગરના માર્ગે પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી લાવ્યા છે.’

હાયલી ગુબ્બી જ્વાળામુખી 10 હજાર વર્ષથી પણ વધુ સમય પછી સક્રિય થયો છે. તેના કારણે હવાઈ પરિવહન પણ પ્રભાવિત થઈ રહ્યો છે. આનાથી ભારતથી પશ્ચિમ એશિયા તરફ જતી ફ્લાઈટ્સ પર અસર થવાની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગે કહ્યું છે કે રવિવારે હાયલી ગુબ્બી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો, ત્યારબાદ રાખનો ગુબાર લગભગ 14 કિલોમીટર ઉપર સુધી ઉડ્યો હતો. ત્યારબાદ આ ધુમાડો પૂર્વમાં રેડ સી ઉપર ફેલાઈ ગયો અને અરબ દ્વીપકલ્પ તથા ભારતીય ઉપખંડ તરફ ફેલાયો હતો. IMDએ જણાવ્યું કે, ‘ઉચ્ચ સ્તરીય પવનો રાખના વાદળને ઈથિયોપિયાથી રાતા સમુદ્ર, યમન, ઓમાન અને અરબ સાગર થઈને પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી લાવ્યા હતા.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here