14,15 ઓક્ટોબર 2025 બે દિવસ યુથ ફેસ્ટિવલમાં શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓએ સુંદર પ્રદર્શન કર્યું છે. આચાર્ય ડૉ.એમ.બી. પટેલ માર્ગદર્શનમાં યુથ ફેસ્ટિવલ કો.ઓર્ડીનેટર ડો. રૂપેશ નાકર, કો કોઓર્ડીનેટર ડૉ ગૌતમ ચૌહાણ, પ્રા. હંસાબેન ચૌહાણ, ડૉ. કેતન સાંચલા, પ્રો. રાહુલ કોકણી. સહિતના અધ્યાપકોઍ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને શુભેછા પાઠવી હતી.લાઈટ ગાયન માં તથા ક્લાસિકલ ગાયન માં હેપ્પી દેસાઈ પ્રથમ ક્રમ, મહેંદી માં જયશ્રી પટેલ પ્રથમ,
મોનોઍકટિંગમાં હિતેન્દ્ર જાદવ પ્રથમ આવ્યા હતા. આ ઉપરાંત મિમિક્રી માં હિતેન્દ્ર જાદવ દ્વિતિય, વેસ્ટર્ન ઈન્સ્ટુમેંટ માં સયોગિતા હરિજન, હાર્મોનિયમ માં જયેન્દ્ર બારિયા દ્વિતિય ક્રમે આવ્યા હતા.

ઉપરાંત ફોક ડાન્સ, ગૃપ્સોંગ, ફોક ઓરકેસ્ટ્રા, ઇન્સ્તોલેશન્ં, ક્વીઝ, ડિબેટ, વરકતૂત્વ, વેસ્ટન વોકલ, ક્લાસિકલ ડાન્સ, કોલજ, રંગોળી, પોસ્ટર જેવી સ્પર્ધાઓમાં સુંદર દેખાવ કર્યો હતો.સમગ્ર કોલેજ પરિવાર તમામ સ્પર્ધક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

