GUJARAT : ગોધરા ખાતે નેશનલ સસ્ટેનેબલ ફ્યુચર વિષય પર સેમિનારનુ આયોજન કરાયુ

0
40
meetarticle

શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા બે દિવસ મલ્ટી ડિસિપ્લિનરી નેશનલ સેમિનાર ” સાયન્સ મિટ્સ સોસાયટી : એ મલ્ટી ડિસિપ્લિનરી ફ્યુઝન ઓફ સાયન્સ, આર્ટસ, કોમર્સ એન્ડ હ્યુમિનિટિસ” વિષય પર ગુજરાત અને ગુજરાત બહારની વિવિધ યુનિવર્સિટીઓના અને કોલેજોના રિસર્ચ કરતા 250 થી વધારે વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીઝ દ્વારા પોતાના સંશોધન પત્રો રજૂ કરાયા હતા ઉપરાંત યુ જીપીજી અને પીએચડી તેમજ ફેકલ્ટીસ ના થઈને ન કુલ 900 થી વધુ રજીસ્ટ્રેશન થયા હતા.

આ સેમિનાર ખાસ ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને સસ્ટેનેબલ ભવિષ્ય થીમ પર આયોજિત થયો હતો જેમાં નોલેજ કન્સોટીયમ ઓફ ગુજરાત અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ખાસ સ્પોન્સરશિપ કરાઈ હતી અને માર્ગદર્શન પણ અપાયું હતું. સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી ડો પ્રવીણભાઈ દરજી સાહેબ અતિથિ વિશેષ તરીકે ડો કનક લતા મેડમ પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર, ડો સુજાત વલી પ્રેસિડેન્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા, જાણીતા વકીલ અને અધિવ્ક્તા પરિષદ માંથી પરિમલભાઈ પાઠક , લો કોલેજના આચાર્ય ડોઅપૂર્વ પાઠક, સાર્વજનિક કોમર્સ કોલેજના આચાર્ય ડો શૈલેન્દ્ર પાંડે ઉપરાંત અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દરેક વિષયમાં બેસ્ટ રિસર્ચ પેપરને શ્રી શરદ કુમાર શાહ ના નામથી બેસ્ટ રિસર્ચ પેપર એવોર્ડ્સ એનાયત થયા હતા. આચાર્ય ડો એમ બી પટેલે આ પ્રકારના કાર્યક્રમ ગોધરામાં ખૂબ ઓછા થયા છે ત્યારે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને બોટની માં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો રૂપેશ એન્ નાકરે ખાસ કાર્યક્રમનું સંયોજન અને આયોજન કરીને સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમના આયોજન માટે ૧૫થી વધુ ટેકનિકલ ટીમો બનાવાઈ હતી જેમાં ગોધરા અને આજુબાજુની કોલેજના અધ્યાપકોઓએ તેમજ સંશોધન કરતા વિદ્યાર્થીઓ એ ખાસ સેવા આપી હતી. ડો સમીર સોલંકી, અને અમી પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ગૌતમ ચૌહાણ હંસાબેન ચૌહાણ તેમજ સુરેશ ચૌધરી દ્વારા ટેકનિકલ આયોજન અને ભોજન ની સુંદર વ્યવસ્થા કરાવાઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here