પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં ભુખ્યા અને ભોજન અને તરસ્યાને પાણી ની ઉક્તિ સાર્થક કરતું પ્રભાબાનું હરતુ ફરતુ રસોડુ આજે જરુરિયાત મંદગરીબ, તેમજ હોસ્પિટલના દર્દીઓને વિનામુલ્યે ભોજન પુરુ પાડે છે. ત્રણ વર્ષ પહેલા શરુ થયેલી આ સામાજીક સેવાની સફર દરરોજ એક હજારથી વધુ લોકોના પેટની જઠરાગ્નિ ઠારે છે. ગોધરા શહેરના સામાજીક સેવાદાર જંયતિભાઈ શેઠ દ્વારા પોતાના માતાની યાદમાં આ પહેલ શરુ કરવામા આવી હતી. એક પણ દિવસ ચુક્યા વગર નિરંતર રોજ સાત્વિક ભોજન પુરુ પાડવામા આવે છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના સામાજીક અગ્રણી અને સેવાદાર જંયતિભાઈ શેઠ દ્વારા આજથી ત્રણ વરસ પહેલા સેવાકીય પ્રવૃતિનો આંરભ કરવામા આવ્યો હતો. પ્રભાબાનું રસોડુ . નામ સાંભળતા એવુ લાગે કે આ કોઈ રસોડાની વાત હશે, પણ એવુ નથી આ રસોડુ બધા કરતા અલગ છે. અને આ રસોડુ હરતુ ફરતુ છે.જે જરુરિયાત મંદ લોકોને વિનામુલ્યે ભોજન પુરુ પાડે છે. પરવ઼ડી ખાતે આવેલા રસોડમાં સવારે ભોજન બનાવામા આવે છે. ત્યારબાદ જે ભોજન રથ બનાવામા આવ્યો હોય તેમાં રસોઈ મુકવામા આવેછે. રસોઈમા દાળ,ભાત,શાક,રોટલી સહિતની સાત્વિક ગુજરાતી વાનગી બનાવામા આવે છે. ગોધરા શહેરમા આવેલા સાત જેટલા સેન્ટરો નક્કી કરવામા આવ્યા છે.ત્યા આ ભોજન રથ સાથે કર્મચારીઓ જાય છે. અને લોકોને ભોજન પુરુ પાડે છે. ગોધરામા આવેલી હોસ્પિટલોમા દર્દીઓ તેમજ તેની સાથે રહેલા સગાવહાલાને,ગોધરાના રનબસેરા ખાતે રહેતા ગરીબ પરિવારોને વિનામુલ્યે ભોજન પુરુ પાડવામા આવે છે.
પ્રભાબાનું રસોડુ શરુ કરનારા સેવાદાર જંયતિભાઈ શેઠ જણાવે છે કે “ મારા માતાજી પ્રભા કહેતા કે ભુખ્યાને ભોજન અને તરસ્યે પાણી આપવુ. અમે પહેલા નાસ્તાને પકેટો આપતા હતા અમને બાની પ્રેરણા મળી અને શરુઆત કરી , ગરીબ, વિકલાંગ અને રસોઈ બનાવી ના શક્તા હોય તેવા લોકોને જમવાનુ આપીએ છે. અને સમાજની સેવા કરીએ છે અમને લોકોનો પણ સાથ અને સહકાર મળી રહે છે.

