ગોધરા : સાવન કૃપાલ રૂહાની મિશન, ગોધરા સેન્ટર દ્વારા સંત રાજીન્દર સિંહજી મહારાજના આશીર્વાદ થી ગોધરા સબ-જેલમાં સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ વર્ષ 2001 થી ગોધરા સબ-જેલમાં નિયમિત રીતે યોજાતો આવ્યો છે.

કાર્યક્રમમાં 150 થી વધુ કેદીઓએ ભાગ લઈને સત્સંગનો લાભ લીધો. કેદીઓને ગુનાથી દૂર રહેવા, સાચા માનવી તરીકે જીવન જીવવા અને આધ્યાત્મિક માર્ગ અપનાવવા પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો. ઉપરાંત, નિયમિત ધ્યાન અભ્યાસ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સંત રાજીન્દર સિંહજી મહારાજ નો સત્સંગ આસ્થા ચેનલ પર સોમવારથી શનિવાર સવારે 8:20 થી 8:40 દરમિયાન પ્રસારિત થાય છે. હાલમાં સંત રાજીન્દર સિંહજી મહારાજ વિશ્વભરમાં પ્રવાસ કરીને ધ્યાનની ટેકનિકો શીખવાડે છે, જેથી માણસ પોતાનો સાચો હેતુ — “આપને ઓળખવું અને પરમાત્માને પામવું” — પૂર્ણ કરી શકે.
સાવન કૃપાલ રૂહાની મિશનના વિશ્વભરમાં 3200 થી વધુ કેન્દ્રો છે અને તેના સાહિત્યનો અનુવાદ 55 થી વધુ ભાષાઓમાં થયો છે. મિશન નું મુખ્ય સેન્ટર વિજયનગર, દિલ્હી ખાતે અને આંતરરાષ્ટ્રીય સેંટર નૅપરવિલ, અમેરિકા ખાતે સ્થિત છે.

