ગુજરાત રાજ્યમાં હાલમાં ચુટણી લક્ષી ( SIR)ની કામગીરી ચાલી રહી છે. શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમા નિમણુંક કરવામા આવેલા બીએલઓ દ્વારા ગણતરી ફોર્મ મતદારોને વહેચીને તેમા જરુરી ભરાવીને તેનુ કલેક્શન કરીને તેને ઓનલાઈન કરવાની કામગીરી કરવામા આવી રહી છે.આ બધાની વચ્ચે તંત્રના કેટલાક અધિકારીઓ દ્વારા બીએલઓને કામગીરીને લઈને માનસિક રીતે હેરાન કરવાની બુમોંની વ્યાપક ચર્ચાઓ વચ્ચે ગોધરા શહેરમાં આવેલી પ્રાથમિક શાળાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અ હાલમાં બીએલઓની કામગીરી કરી રહેલા વિનુભાઈ બામણીયાએ સોશિયલ મિડિયામાં જીવન ટુંકાવાની વાતનો વિડિયો વાઈરલ કરતા તંત્ર હરકતમા આવી ગયુ હતુ.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા આવેલી પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા અને હાલમાં બીએલઓની કામગીરી કરતા શિક્ષક વિનુભાઈ બામણીયાએ હાલમાં ચાલી રહેલી હાલમાં ચુટણી લક્ષી ( SIR)ની કામગીરીમા અધિકારીઓના માનસિક ત્રાસથી ત્રસ્ત થઈ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વિડિયો સોશિયલ મિડિયામાં મુકતા ભારે ખળભળાટ મચી ગયો હતો. તાલુકા પંચાયતના પ્રાંગણમાંથી તેમને વિડિયો મુક્યો હતો. આ વિડિયો વાઈરલ થતા અધિકારીઓમા દોડધામ મચી જવા પામી હતી, આ મામલે અધિકારીઓની સમજાવટથી થાળે પડ્યો હતો. વિનુભાઈ બામણીયાએ જણાવ્યુ હતુ કેટલાક સમયથી તંત્ર દ્વારા હેરસમેન્ટ કરવામા આવે છે. શિક્ષકો પરેશાન છે. જો મારા જેવો સક્ષમ વ્યક્તિ જો આત્મહત્યાની વાત કરતો હોય તો અમે 24 કલાક કેવા ડીપ્રેશનમા રહીએ છે.વાત એ છે કે શિક્ષકોને મેન્ટીલી હેરસમેન્ટ ના કરો, તંત્ર ઉભુ કરીને આ બધી પ્રકિયાઓ કરાવો. 150 જેટલી સરકારી કામગીરી શિક્ષક જ કરશે તો બીજા વિભાગો શુ કરશે ? . અમને જીવવા દો અમારા ઘર પરિવાર બધુ છે.

