વાલિયા તાલુકાના ઝરપણીયા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત ₹૭ લાખના ખર્ચે થનારા પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી બાળ મંદિર ફળિયાના રહેવાસીઓને સુવિધાજનક આંતરિક રસ્તા મળશે.

આ કામનું ખાતમુહૂર્ત પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને હાલના ધોળગામ તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઇ વસાવા અને ઝરપણીયા ગામના સરપંચ રજની વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના આગેવાનો જેવા કે ચંપક વસાવા, સભ્ય વિજય વસાવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામના વિકાસકાર્યને આવકાર આપ્યો હતો.
