હોળી એ રંગોનો પ્રેમ અને ખુશીની ઉજવણીનો દિવસ છે. માર્ચ મહિનાના આરંભમાં જ રંગોનો તહેવાર આવશે. લોકો એકબીજા પર રંગ લગાવી તેમજ પાણીથી રમવાના આનંદ લઈ તહેવારની ઉજવણી કરે છે. પરંતુ રાસાયણિક રંગો કયાંક તમારી ત્વચાને સ્વાસ્થ્ય અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. તમે બજારના રસાયણવાળા રંગ નહીં સરળતાથી ઘરે રંગ બનાવી શકો છો. ઘરે કેમિકલ વગરનો શુદ્ધ અને સુરક્ષિત ગુલાલ બનાવવો ખૂબ જ સરળ છે. આ કુદરતી ગુલાલ તમારી ત્વચા અને આંખો માટે સંપૂર્ણપણે સલામત છે.

ગુલાલ કેમિકલ વગર બનાવવાની ટીપ્સ
ઘરે કેમિકલ વગરનો શુદ્ધ અને સુરક્ષિત ગુલાલ બનાવવો ખૂબ જ સરળ છે. આ કુદરતી ગુલાલ તમારી ત્વચા અને આંખો માટે સંપૂર્ણપણે સલામત છે
લાલ અથવા ગુલાબી ગુલાલ : લાલ ગુલાબની પાંખડીઓ અથવા બીટથી કુદરતી ગુલાલ બનાવી શકો છો. બીટને છીણી લો અને તેનો રસ કાઢો. આ રસમાં આરારોટ (Corn flour) અથવા ટેલ્કમ પાવડરમાં મિક્સ કરો. તેને છાંયડામાં સૂકવી દો અને પછી મિક્સરમાં એકવાર ફેરવી લો અથવા ચાળણીથી ચાળી લો. સુગંધ માટે ગુલાબજળ ઉમેરી શકાય.

પીળો ગુલાલ : પીળા કરનો ગુલાલ બનાવવા તમારે હળદર અને બેસન અથવા આરારોટની સામગ્રી લેવાની રહેશે. 2 ચમચી હળદર પાવડરને ૪ ચમચી બેસન અથવા આરારોટમાં મિક્સ કરો. જો તમારે ભીનો રંગ બનાવવો હોય, તો ગલગોટાના ફૂલને પાણીમાં ઉકાળીને તે પાણીનો ઉપયોગ કરી શકો છો.
લીલો ગુલાલ : લીલા કલરનો ગુલાલ બનાવવા માટે પાલક, મેથી અથવા લીમડાના પાન લો. લીલા પાનનો રસ કાઢી લો. આ રસને આરારોટ પાવડર સાથે મિક્સ કરો. સૂકાયા પછી તે સરસ લીલો ગુલાલ બની જશે. લીમડાના પાનનો ઉપયોગ કરવાથી તે ત્વચા માટે ગુણકારી પણ બનશે.

