GUJARAT : ઘેડ બચાવો પદયાત્રાથી શું ફરક પડયો? પ્રવિણ રામ સાથેની ખાસ વાતચીત

0
62
meetarticle

ઘેડ વિસ્તારના લોકોના પ્રશ્નો મુદે આપ નેતા પ્રવિણ રામ દ્વારા પદયાત્રા કરવામાં આવી હતી પંચાળાથી શરૂ થયેલી પદયાત્રા સોનલધામ મઢડા પુર્ણ થઈ હતી તે દરમિયાન પદયાત્રામાં તેમજ જાહેર સભામાં રાજયસભાના સાંસદ સંજય સિંહજી
ગોપાલ ઈટાલીયા ઈશુદાન ગઢવી રાજુ કરપડા રેશ્મા પટેલ સાગર રબારી કરણ બારોટ સામત ગઢવી સહીત આપના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પદયાત્રામાં અનેક હોદેદારો કાર્યકરો ઘેડના લોકો પણ જોડાયા હતા ચૌદ દિવસની પદયાત્રા દરમિયાન પ્રવિણ રામ સાથે અનેક લોકો જાડાયા તેમજ અનેક ગામોમાં પ્રવિણ રામનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું ઘેડ બચાવો પદયાત્રાથી શુ ફરક પડયો? ઘેડ પદયાત્રા અનુભવ સહીત સંપુર્ણ માહીતી જાણવા રીપોર્ટર ગોવિંદ હડિયા સાથે પ્રવિણ રામ સાથે ખાસ વાતચીત કરવામા આવેલ જે ઘેડ બચાવો પદયાત્રાની વિગતવાર માહીતી જોઈએ

ઘેડ બચાવો પદયાત્રા દરમિયાન ઘેડ પંથકના લોકો દ્વારા કયા કયા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી જે બાબતે પ્રવિણ રામે જણાવ્યું હતું કે ૧) વર્ષોથી પાણી ભરાવાના પ્રશ્નો, પાક નુકસાની, ખેતરનું ધોવાણ ,કેમિકલયુક્ત પાણીના પ્રશ્નો
૨) બિસ્માર રોડ રસ્તાના પ્રશ્નો, ગામથી ગામને જોડતા રસ્તાના પ્રશ્નો
3) પીવાના મોરા અને તળના ખારા પાણીના પ્રશ્નો
4) મગફળીમાં રજિસ્ટ્રેશનમાં લાઇનમાં ઊભા રહેવાના અને ઊભા રહ્યા બાદ સેટેલાઇટમાં રજિસ્ટ્રેશન રદ થયાના પ્રશ્નો
5) કુપનના માલમાં નાના માણસોને નોટીસ આવ્યાના પ્રશ્નો
6) સરસાલી ગામમાં 3 મહિના સુધી ગામથી એક કિલોમીટર સુધી રસ્તામાં સેવાળ વાળું પાણી ચાલતું હોવાના પ્રશ્નો
7) બગસરામાં વર્ષોથી વાયા જેવા ખેતરો થઈ જતા હોવાના પ્રશ્નો
8) પાદરડી ગામે ટાયર બ્રિજના પ્રશ્નો
9) લાઈટમાં ઝટકા આવવાના પ્રશ્નો
10 ) ઘેડના મુદે ફાળવેલા 139 કરોડ ખવાય ગયા હોવાની રજૂવાતો કરવામાં આવી હતી જે લોકોની રજુઆતો સરકાર સુધી પહોંચાડવા લેખિતમાં તમામ રજૂઆતો અધિકારીના માધ્યમ દ્વારા પહોંચાડવામાં આવશે, અને શક્ય હશે તો મુખ્યમંત્રીને પણ મળવા માટે સમય માંગવામાં આવશે

ઘેડ બચાવો પદયાત્રા દરમિયાન લોકોની રજુઆતો પ્રવિણ રામ દ્વારા તંત્રને ટેલીફોનીક જાણ કરી મીડીયા સોશ્યલ મીડિયામાં જાહેર થતાં ઘણી રજૂઆતો તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી જે બાબતે પ્રવિણ રામે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે
1) વર્ષોથી પાણી ભરાવાના પ્રશ્નોને લઈને સરકાર દ્વારા ઘેડ મુદે તત્કાલિક પ્રેસ કરવામાં આવી

૨) ઘેડના નિરાકરણ મુદે 1350 કરોડની તાત્કાલિક વહીવટી મંજૂરી આપવાની વાત કરવામાં આવી

3) પાદરડી ગામ ખાતે તાત્કાલિક અધિકારીઓના કાફલાએ જઈ પુલિયુ મંજૂર કરવાની મંજૂરીની પ્રોસેસ ચાલુ કરવામાં આવી

4) અમુક રસ્તાઓને રિપેર કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું

5) બ્રિજ પાસે ફસાયેલા ઝાડવા તાત્કાલિક દૂર કરવામાં આવ્યા

ભવિષ્યમાં લોકોની રજુઆતો બાબતે જે રજુઆતો સાંભળી પ્રશ્નોના નિરાકરણ માટે કેવુ આયોજન કરાવામાં આવશે જે બાબતે પ્રવિણ રામે જણાવ્યું હતું કે લોકોની રજુવાતોના નિરાકરણ માટે જે તે જવાબદાર અધિકારીને જાણ કરી નિરાકરણ કરવા માટે કહેવામાં આવશે, જો નિરાકરણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

ઘેડના લોકો કેવાય કે માયાળુ માનવી ગામડાની મહેમાનગતી સહીત લોકોનો અનુભવ કેવો રહ્યો એ બાબતે પ્રવિણ રામ લોકોની લાગણીથી ભાવુક થઈ જણાવ્યું હતું કે ઘેડના લોકો ખૂબ માયાળુછે જેમણે મને ઘેડમાં એક દીકરાની જેમ મારો આદર સત્કાર કર્યો , મને પ્રેમથી આવકાર્યો ,જમાડ્યો અને મારી સાથે વાતો અને રજૂઆતો કરી
કોળી સમાજ અને મહેર સમાજના અનેક ગામડાઓમાં આખેઆખા ગામ મારું સ્વાગત કરવા માટે બહાર નીકળી ગયા, રસ્તામાં આહિર સમાજ અનુસુચિત જાતિ અને અન્ય સમાજના લોકોએ પણ મને લાગણીથી આવકાર્યો
દરેક સમાજના વૃદ્ધ લોકોએ મને આશીર્વાદ અને નાનાં નાના ભુલકાઓએ મને ઉત્સાહ પૂર્યો, નાની નાની દીકરીઓએ મારા ઓવારણા લીધા ઘેડની પદયાત્રામાં લોકોનો પ્રેમ મને જીવનભર યાદગાર રહેશે

ઘેડ બચાવો પદયાત્રા દરમિયાન પ્રવિણ રામના પગ ફોડા પડયા હતા ચક્કર આવતા બેભાન થયા હતા પ્રાથમિક સારવાર લીધી હતી તેમજ જાહેર સભાઓમાં અન્ય પાર્ટીના લોકો દ્વારા વિક્ષેપ પહોંચાડવાના પણ પ્રયાસો થયા હતા

ઘેડ બચાવો પદયાત્રા બાદ સોશ્યલ મીડિયામાં લોકો સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યાછે જેમાં વિવિધ પોષ્ટ અને કોમેંટ વાયરલ થયેલ મેસેજ મુજબ
મગફળી ઓનલાઈન નોંધણીમાં સેટેલાઈટ મગફળીનું વાવેતર ન દેખાતુ હોવાનો પ્રશ્ન મુજબ જો સેટેલાઇટમાં મગફળીનું વાવેતર થયુ કે નહી એ દેખાતુ હોય તો ચોમાસામાં થયેલ નુકશાની કે બિસ્માર રસ્તાઓ કેમ નહી દેખાતા હોય?

વિજ ધાંધીયા અવાર નવાર વિજ પુરવઠો ખોરવાય જાયછે દશ કલાક વિજ પુરવઠો ફરીથી આઠ કલાક થયો એ સરકારને કેમ નથી દેખાતું?

શિયાળુ પાક વાવેતર થશે ખાતરોમાં હાલના વર્ષે અસહ્ય ભાવ વધારો ઝીંકાયો છતાંપણ અત્યારથી જ પાયાના ખાતરો મળતાં નથી તો ખેડૂતો શિયાળુ વાવેતર કરવુ કે ન કરવુ ખેડુતો મુંઝવણમાં એ સરકારને કેમ નથી દેખાતું?

ખેડુતોના માનવા મુજબ ગયા વર્ષની સરખામણીએ હાલના વર્ષે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય તેવો ખેડુતો અંદાજ સેવી રહયા ત્યારે પોષણક્ષમ ભાવ મળશે કે કેમ એ સરકારને કેમ નથી દેખાતુ?
સહીત સોશ્યલ મીડિયામાં ધુમ મચાવી રહયાછે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here