GUJARAT : ચોરીનો શંકાસ્પદ ભંગાર: અંકલેશ્વર GIDC પોલીસે કારમાંથી ₹૧.૨૩ લાખનો જથ્થો ઝડપ્યો, યુપીના ડ્રાઈવરની ધરપકડ

0
32
meetarticle

અંકલેશ્વર GIDC પોલીસે ઔદ્યોગિક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક કારચાલકને ઝડપી પાડ્યો છે.
પોલીસે કાર અને ભંગાર મળીને કુલ ₹૧.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.


​ ​GIDC પોલીસની ટીમ ટેન્કર ગેટ ત્રણ રસ્તા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન GJ-16-DC-9755 નંબરની એક શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેવાઈ હતી.
​કારની તપાસ કરતાં તેમાંથી મોટર અને પાઈપ સહિતનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. કારચાલક હકીકુલ્લાહ જહીર માસ્ટર (રહે. ઉત્તરપ્રદેશ) આ જથ્થા અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.


​આથી પોલીસે શંકાસ્પદ કાર અને ભંગારનો જથ્થો જપ્ત કરી કારચાલકની ધરપકડ કરી છે. પોલીસે આ ભંગારનો જથ્થો કઈ કંપનીમાંથી ચોરાયો છે કે ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here