GUJARAT : છેતરપિંડીના બે વોન્ટેડ આરોપીઓ ઝડપાયા: ૭ વર્ષથી નાસતા ફરતા દિલીપ ઠુમ્મર (સુરત) અને ભીખીબેન વસાવા (ઉમલ્લા) ને પેરોલ ફર્લો સ્ક્વોડે પકડ્યા

0
48
meetarticle

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ગુપ્ત બાતમીના આધારે છેલ્લા સાત વર્ષથી ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા બે લીસ્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

​પકડાયેલા આરોપીઓ

(૧) ​દિલીપભાઈ ઘુસાભાઈ ઠુમ્મર (રહે. હાલ કામરેજ, સુરત; મૂળ અમરેલી), જેને સુરત જિલ્લાના કામરેજ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.

(૨)​ભીખીબેન ઉર્ફે ગીતાબેન અજયસંગ વસાવા (રહે. ઉમલ્લા, ઝઘડિયા), જેને તેના રહેણાંક ઘરેથી ઝડપી પાડવામાં આવી.

  ​બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઉમલ્લા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here