GUJARAT : છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં બિસ્માર માર્ગોનું પેચવર્ક,વાહનચાલકોને મળી રાહત

0
45
meetarticle

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના અંતરિયાળ વિસ્તારો ઓલિયા કલમ અને મોટા અમારા ગામોમાં ચોમાસાના ભારે વરસાદને કારણે માર્ગો બિસ્માર હાલતમાં આવી ગયા હતા. રોડ ઉપર મોટા ખાડા પડી જતા સ્થાનિક લોકો તથા વાહનચાલકોને રોજિંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.સ્થિતિની ગંભીરતા સમજી તંત્ર દ્વારા ઓલિયા કલમ મોટા અમારા -રોડ પર તથા કદવાલ – નાના અમારા માર્ગ પર યુદ્ધના ધોરણે પેચવર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ મરામત કામગીરીથી હવે માર્ગ પર વાહનચાલન સરળ બન્યું છે અને વાહનચાલકોને નોંધપાત્ર રાહત મળી છે.સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે લાંબા સમયથી માર્ગોની ખરાબ હાલત અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી, હવે પેચવર્કથી આધારભૂત સુવિધા મળી છે અને ગામોમાંથી બહાર આવવાનું પણ સરળ બન્યું છે.

REPOPRTER : ઈરફાન મકરાણી કદવાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here