છોટાઉદેપુર ખાતે આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર (GSFC) દ્વારા આજે ખેડૂતોને સડેલું મકાઈનું બિયારણ આપ્યાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. મળતી માહિતી મુજબ સુમારે 1000 જેટલા ખેડૂતોને આ બિયારણનું વિતરણ થયું હોવાનું જાણવા મળે છે, જેને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ભારે રોષ ફેલાયો છે.
પાઘરવાટ સહિત આસપાસના ગામોના BPL ખેડૂતો આજે મફત મળતી બિયારણ કીટ લેવા આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે
14 નવેમ્બરે આપવામાં આવેલી મકાઈની કીટમાંથી ઘણા ખેડૂતો ઓરણી કરી ચૂક્યા છે,

પરંતુ તેમાં 100 માંથી માત્ર 30% જેટલી જ મકાઈ ઉગી છે,
બાકીની ઉગી ન આવતા ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે નવી મળેલી કીટનું પેકેટ ખોલતા પણ તેમાં સડેલું અને ખરાબ બિયારણ જોવા મળ્યું હતું. આ બાબતે જ્યારે ખેડૂતો સુવિધા કેન્દ્રમાં રજૂઆત કરવા ગયા ત્યારે તેમને જોઈને ઓરણી કરવી જોઈએ એવું કહી પલટવાર કરવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા ઓરેલી મકાઈ બદલી આપવા પણ માંગ કરવામાં આવી હતી.
ખેડૂતો એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે
સડેલું બિયારણ આપી અમોને થયેલું નુકસાન ભરપાઈ કરવામાં આવશે કે નહીં?
કમોસમી માવઠાને કારણે પહેલેથી નુકસાન ભોગવતા ખેડૂતોને ફરી એકવાર સડેલા બિયારણથી આઘાત લાગ્યો છે. વિશ્વાસપાત્ર કીટ મળે તેવી આશા રાખીને આવેલા ખેડૂતો બિયારણ સડેલું નીકળતાં ઉગ્ર રોષે ભરાયા હતા અને મીડિયાની સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

