GUJARAT : જંત્રણની શાળામાં ‘પોલીસ પાઠશાળા’: મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ૩૦૦ વિદ્યાર્થીઓને વુમન સેફ્ટી અને સાયબર ક્રાઈમ અંગે સજ્જ કરાયા

0
35
meetarticle

જંબુસરના જંત્રણ ગામે આવેલી વિદ્યાની કુંજ માધ્યમિક શાળા ખાતે ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૯ થી ૧૨ ના આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યાં તેમને વર્તમાન સમયના પડકારો અને સુરક્ષાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.


​મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.એ. આહીરે વિદ્યાર્થીઓને સ્ત્રી સશક્તિકરણ, ‘ગુડ ટચ-બેડ ટચ’, છેડતી અને જાતીય શોષણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઈમથી કેવી રીતે બચવું, NDPS એક્ટ હેઠળ ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અને ટ્રાફિકના નિયમોના પાલન અંગે પણ સવિસ્તાર માહિતી અપાઈ હતી. નવા બદલાયેલા કાયદાઓ અને મહિલા સુરક્ષા માટેની હેલ્પલાઈન વિશે જાણી વિદ્યાર્થીઓ માહિતગાર થયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here