જંબુસર તાલુકાના જંત્રાણ ગામે સરકારી જમીન પર આવેલા ચાર બાવળના વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યાં હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. સામાજિક કાર્યકર અને ગ્રામ પંચાયતના સભ્ય મુસ્તાકભાઈએ આ કૃત્ય માટે ડેપ્યુટી સરપંચના પતિ પર સીધા આક્ષેપો કર્યા છે કે તેમણે વૃક્ષો વેચાણના ઈરાદે કાપી નાંખ્યા છે.

સમગ્ર તાલુકામાં વૃક્ષછેદનની પ્રવૃત્તિ બેરોકટોક ચાલતી હોવા છતાં જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે. ફરિયાદ બાદ તલાટીએ સ્થળ પર જઈને પંચક્યાસ કર્યો છે અને મામલતદારને રિપોર્ટ સુપરત કર્યો છે.
પર્યાવરણને થતા નુકસાન અને જવાબદારો સામે કાર્યવાહી ન થવા બદલ સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
